અરવલ્લીની ગીરીકંદરાઓમાં વસેલું તેના હૃદય સમુ નગર એટલે કે ઈલ્વભૂમિ આ ભૂમિના ઈતિહાસ વિશે કહેવાય છે કે આ પ્રદેશમાં ઈલ્વન અને વાતાયી નામના બે અસૂરોનો ત્રાસ હતો અગસ્ત્ય ઋષિએ તેઓને શ્રાપ આપીને નાશ કર્યો હતો ત્યારબાદ રજવાડું આવતા ખડકો પર દુર્ગના સ્થાપત્યો બંધાયાને આ પ્રદેશ ઈલ્વદુર્ગના નામે જે સમયના વહેણમાં અપભ્રંશ થઈ ને ઈડર તરીકે જાણીતું થયું ઈડરિયા ગઢ ઉપર પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર,રાજ મહેલ, મહાકાળી મંદિર, પુરાતન પંચમુખી હનુમાનજીનું મંદિર,મહાદેવનું મંદિર, પાતાળ કુંડ,દિગંબર અને શ્વેતાંબરના જૈન દેરાસરો વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે
ઐતિહાસિક ઈડરીયા ગઢ ઉપર આવેલો પાતાળ કુંડ વિશે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે ઈ.સ 2742 પૂર્વે મહાભારત કાળમાં હસ્તિનાપુરમાં રાજા દુર્યોધન રાજ કરતાં ત્યારે ઈલ્વ દુર્ગની ગાદી પર આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા રાજ કરતો હતો જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો જેથી વેણીવચ્છરાજનો જન્મ ઈડરમાં થયો ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ
દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજના વિવાહ એક નાગક્ધયા સાથે થયા હતા અને તેણે પાતાળલોકમાં સમાધિ લીધી હતી. એની યાદમાં આજે પણ વેણી વચ્છરાજ ડુંગર આવેલો છે અહીના પાતાળ કુંડમાં હિમાલયમાં જ થતી ટાઢોળી નામની દુર્લભ વનસ્પતિ થાય છે લોકો ગરમીથી બચવા અને ખાસ કરીને જે લોકોને તજા ગરમી છે તેઓ આ ટાઢોળીના પાન માથે મૂકવાથી શરીરની ગરમી ખેંચી લઈ ઠંડક આપે છે આ ટાઢોળીના પાણીથી ગલશકરી નામની મિઠાઈ બને છે જેને ખાવાથી શરીરમાં ઠંડક આપે છે આ ગલશકરી બહારથી આવતાં પ્રવાસીઓ લઈ જતાં હોય છે.