દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની ઔરંગા નદી અને નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પૂરની સ્થિતના કારણે કાંઠા વિસ્તારના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.અને એનડીઆરએફની ટીમ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. ગણદેવીનાભાટ ગામમાં 25 પરિવાર ફસાઈ જતા એરલિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે.
જ્યારે વલસાડ જિલ્લાના મધુબન ડેમની સપાટીમાં વધારો થતા 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.