- ટ્રાફિક અને સાંકડા રોડ રસ્તાનું નિવારણ આવે તેવી આશા વ્યક્ત કરાઈ
- સારી પ્રાથમિક સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત
મોરબીને મહાનગર બનાવવા માટેનો પ્રસ્તાવ ઘણા સમયથી મુકાયેલો હતો. ત્યારે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકો આ નિર્ણયને વધાવી રહ્યા છે. અને આના થકી મોરબીની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને સાંકડા રોડ રસ્તા તેનું પણ નિવારણ અને સારી પ્રાથમિક સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. સિરામિક નગરીને સૌરાષ્ટ્રના પેરિસનું બિરૂદ પાછુ મળે તેવી સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર, મોરબીને મહાનગર બનાવવા માટે નો પ્રસ્તાવ ઘણા સમયથી મુકાયેલો હતો ત્યારે હવે આજે મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે ત્યારે મોરબીના લોકો આ નિર્ણયને વધાવી રહ્યા છે અને આના થકી મોરબીની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને સાંકડા રોડ રસ્તા તેનું પણ નિવારણ અને સારી પ્રાથમિક સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી મોરબી ને મહાનગર પાલિકા જાહેર કરવાની વાતો ચાલતી હતી જે દરમિયાન મોરબી નગરપાલિકાની તિજોરી પણ ખાલી ખમ થઈ ગઈ હોય જેને લઇને અનેક બિસ્માર રોડ રસ્તા,ગટર,લાઈટ જેવા પ્રશ્નો પણ ઉભા થયા હતા અને જેમતેમ કરી ને માંડ માંડ મોરબી પાલિકા લોકોને થોડી ઘણી સુવિધાઓ આપી શકતી હતી ત્યારે દરેક લોકો ઇચ્છતા હતા કે મોરબી મહાનગરપાલિકા બને તો આ તમામ સમસ્યાનું નિવારણ આવી શકે તેમ છે.જે આતુરતાનો અંત આવી ગયો છે અને મોરબી ને આજે સત્તાવાર રીતે મહાનગર નો દરજજો આપવા આવ્યો છે ત્યારે સરકારના આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે અને મહાનગરપાલિકા બન્યા પછી મોરબી ને સારી અને વધુ સુવિધાઓ મળે અને ખરેખર સિરામિક નગરી મોરબી ને તેનું સૌરાષ્ટ્ર નું પેરિસ નું બિરૂદ પાછુ મળે તેવી સુવિધાઓ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહેવાલ: ઋષિ મહેતા