રોડ બનાવતા વાહનોની આગળ સુઈ જઈને રહીશોએ રોડનું કામ બંધ કરાવ્યું : બે દિવસ પૂર્વે રજુઆત કરવા છતા કોઈ પગલાં ન લેવાયા હોવાથી રોષ

મોરબીના સામાકાંઠે આવેલા ચામુંડાનગરમાં નીચી ગુણવત્તા વાળા મટીરીયલ્સનો ઉપયોગ થતો હોવાની બે દિવસ પૂર્વે તંત્રને રજુઆત કરવા છતાં પણ હજી સુધી કામ ચાલતું હોવાથી રહીશો રોષે ભરાઈને રોડ રોલર જેવા વાહનોની આગળ સુઈ ગયા હતા અને આ રોડ કામ અટકાવ્યું હતું.

મોરબીના સામાકાંઠે સો ઓરડી મેઈન રોડ પર આવેક ચામુંડાનગરમાં હાલ રોડનું કામ ચાલુ છે. આ રોડના કામમાં નીચી ગુણવત્તા વાળું મટિરિયલ્સ વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદ બે દિવસ પૂર્વે સ્થાનિકોએ ચીફ ઓફિસર તેમજ અધિક કલેકટર સમક્ષ કરી હતી. આમ છતાં અધિકારીઓએ કોઈ પગલાં લીધા ન હતા.

અંતે આજે સ્થાનિકોએ આ રોડ કામ ચાલતું જોયું હોવાથી રોષે ભરાયા હતા અને આ રોડ કામ બંધ કરાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ રોડ કામ બંધ કરવામાં ન આવતા સ્થાનિકોએ રોડ બનાવતા વાહનોની આગળ સુઈ જઈને કામ બંધ કરાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.