આખા વર્ષનું એક સામટુ વીજ બીલ ફટકારવામાં આવતા ગ્રાહકોને મુશ્કેલી
વીજ તંત્રના ધાંધિયાથી ત્રાહિમામ
જુનાગઢના ગીરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર, કમંડળ કુંડ, ગોરખનાથ અને છેક દતાત્રેય સુધી છેલ્લા છ દિવસથી સાવ અંધાર પટ છવાયા છે ત્યારે ગીરનાર પર્વત પર રાત્રીના તથા વહેલી સવારે સીડી ચડી આવતા અનેક પ્રવાસીઓ તથા અહીં વિરામ લેતા યાત્રાળુઓ અને વેપારીઓને ભારે મુશ્કેલી અને તકલીફોનો સામનો કરવો પડે છે. આ અંગે જુનાગઢ પીજીવીસીએલને અનેકવાર રજુઆતો કરવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહ્યુ છે.
વર્ષમાં છ મહિના તો ગીરનાર પર્વત પર લાઇટ હોતી જ નથી દતાત્રેય અને કમંડળ કુંડ ખાતે પીજીવીસીએલના કર્મીઓ રીડીંગ લેવા આવતા નથી દર વર્ષે મસમોટી રકમ ભરવાની જાણ કરવામાં આવે છે તે બીલ ભરવા માટે મુશ્કેલી પડે છે. ત્યા દર બે માસે લાઇટ બીલ મળે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરાવે છે.
ઉપરાંત યોગ્ય કર્મીઓની નિમણુંક નિમણુંક કરી કર્મીના નામ અને નંબર મંદિરોના સંતો મહંતોને આપવામાં આવે અને ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર, કમંડળ કુડ, ગોરખનાથ અને દતાત્રેયની લાઇટો સત્વરે શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.