લોકડાઉનના કારણે દરેક તપસ્વીઓ પોત પોતાના ઘરે પારણા કરશે
આગામી શનિવારે સ્થાનકવાસીઓ અને રવિવારે મૂર્તિપૂજક સમાજની અખાત્રીજઉજવાશે. ચાલુ વર્ષે લોકડાઉનના કારણે તપસ્વીઓ ઘરમાં રહીને જ પારણા કરશે.
ઉજવણીનો પ્રારંભ ફાગણ સુદ આઠમની થશે અને અખાત્રીજના પૂર્ણાહુતિ થશે.
જૈન દશેન તીથઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા કુલકર નાભિરાજાના કૂળે રત્નકુક્ષીણી માતા મરૂદેવાની કુક્ષીએ આદિનાથ ઋષભદેવ ભગવાનનો જન્મ થયો હતો.ઋષભદેવ પ્રભુને કોઈ એવા કમેના ઉદયને કારણે ચારસો દિવસ સુધી આહાર – પાણી ન મળ્યાં.અખાત્રીજના દિવસે તેઓનું પારણું થયેલું,ત્યારથી વર્ષીતપની શરૂઆત થઈ છે.
જૈન શાસ્ત્રોમાં તપને અનેરૂ અને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. વર્ષી તપના તપસ્વીઓ ઉપકારી પૂ.સાધુ – સાધ્વીજીઓના મુખેથી ફાગણ વદ આઠમના તપના પચ્ચખાણ અંગીકાર કરી મંડાણ કરે છે અને વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે તપની પૂર્ણાહૂતિ થાય છે.અમુક તપસ્વીઓ અખાત્રીજથી પણ તપના મંડાણ કરે છે.અખાત્રીજ સવે શ્રેષ્ઠ મુહૂતે પણ ગણાય છે.અક્ષય એટલે જેનો ક્ષય ન થાય તે.અખાત્રીજને યુગાદિ તિથિ અને લોકબોલીમાં અખાત્રીજ કહેવાય છે.પ્રભુ આદિનાથ ઋષભદેવના પારણાનો દિવસ એટલે વૈશાખ સુદ ત્રીજ.આ તપને સંવત્સર તપ પણ કહે છે.અમુક તપસ્વીઓ ૪૦૦ દિવસને બદલે એક વષે સુધી પણ તપ કરતાં હોય છે. અમુક આરાધકોથી ઉપવાસ ન થઇ શકતો હોય તો એકાસણા,આયંબિલ વગરે નાની – મોટી તપશ્ચયો કરી વર્ષી તપની આરાધના કરતાં હોય છે.