મહાનગરી મુંબઇની કેટલીક આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી લોકલ ટ્રેનો આજથી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કટોકટી અને આવશ્યક સેવા સાથે સંકળાયેલી ટ્રેનોને આજથી શરુ કરવામાં આવશે તેમ વેસ્ટર્ન રેલવેએ જામી કરેલા એક ટવીટ સંદેશામાં જણાવ્યું હતું કે આ સંદેશામાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમા પેસેન્જરોને અન્ય ટ્રેનોમાં બેસવા નહિ દેવામાં આવે અને લોકોને પ્લેટ ફોર્મ પર ભીડ ન કરવા જણાવવામાં આવ્યું છે.
સોમવારે ૧પ જુનથી મુંબઇના કેટલાક પરા વિસ્તારની રેલ સેવાઓ કોરોના લોકડાઉનની આચાર સંહિતા અને સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમોની અમલવારી સાથે આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ જેમને રાજય સરકાર આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ જેમને રાજય સરકાર આવશ્યક સેવકો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમના માટે આવશ્યક ટ્રેન સેવા કર્યાનું ટવીટરમાં જણાવવામાં આવ્યું છે. સવારે ૫.૩૦ થી ૧૧.૩૦ સુધી દર ૧પ મીનીટના અંતરાલ સાથે દોડનારી આ ટ્રેનો માટે ભાગે ચર્ચગેટ અને વિરાર વચ્ચે ચલાવવામાં આવશે. જયારે કેટલીક ટ્રેનો દહણુ રોડ સુધી ચલાવવામાં આવશે તેમ રેલવેએ જાહેર કર્યુ હતું અને તેમાં કહેવામાં આવ્યું હતું કે ૧.૨૫ લોકો સભવિત લોકો આવશ્યકસેવા સાથે સંકળાયેલા છે. અને તેઓ ટ્રેનનો ઉપયોગ કરે છે જે લોકો પાસે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાનું સીઝન પાસ હોય અને તે એકપાર્ય થઇ ગયું હોય તો પણ તે તેનું ઉપયોગ કરી શકશે.
લોકડાઉન દરમિયાન તેમના મુસાફરીના દિવસો બાકી રહી ગયા હોય તો આ ખોટ તેમને સરભર કરી દેવામાં આવશે. અને આવા પાસ માન્ય રાખવામાં આવશે જે લોકો રેલ્વે સ્ટેશને આવે તેમને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાના કર્મચારી હોવાનું સ્પષ્ટ પણે પુરવાર કરતા ઓળખ પત્ર સહિતના પુરાવાઓ આપવાના રહેશે. સોશ્યલ ડિસ્ટન્સની મર્યાદાઓનું પાલન કરવા માટે ૧ર૦૦ મુસાફરોની ક્ષમતા વાળી ટ્રેનોમાં માત્ર ૭૦૦ મુસાફરોને જ બેસવા દેવામાં આવશે. રેલવેએ રાજય સરકારને આવશ્યક સેવા સાથે જોડાયેલી કચેરીઓનો સમય એવી રીતે સુસંગત કરવા હિમાયત કરી છે કે જેનાથી કર્મચારીઓની ભીડ રેલવે સ્ટેશન પર ન થાય.
મુંબઇની પરા વિસ્તારની ટ્રેનો મુંબઇની જીવાદોરી ગણાયછે અને લાખો લોકો કોરોના વાયરસ કટોકટી પહેલા સટડાઉન પૂર્વે દરરોજ આ ટ્રેનોમાં મુસાફરી કરતાં હતા કોરોના લોકડાઉન એ જાહેર મહા પરિવહન સેવા ઠપ્પ કરાવી દીધી હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો નોંધાઇ રહ્યા છે. ભારતમાં મહારાષ્ટ્રના કેસો સૌથી વધુ છે. રવિવાર રાત સુધીમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યાનો આંકડો ૧,૦૪,૫૬૮ સુધી પહોચ્યો હતો.
સમગ્ર દેશની વાત કરીએ તો ભારતમાં ચાલુ અઠવાડીયામાં ૭૦ હજાર નવા દર્દીઓ અને ર૦૦૦ મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્ર તામિલનાડુ અને ગુજરાતમાં કોરોના કટોકટી અને સંક્રમણની સ્થિતિ વધુને વધુ વણસભી જાય છે.
કોરોનાની તીવ્રતા ટોચે: બે જ દિવસમાં ૨૪ હજારથી વધુ કેસો નોંધાયા
કોરોના તેનો કહેર વિશ્ર્વમાં જે રીતે વર્ષાતી રહ્યો છે. તેવી જ રીતે ભારત દેશમાં પણ તે પીછેહઠ નથી કરી રહ્યો. હાલની સ્થિતિમાં સતત બીજા દિવસે દેશમાં ૧ર હજારથી વધુ નવા કોરોના પોઝિટીવ કેસો નોંધાયા હતા. હાલની સ્થિતિ જોતા કોરોનાની તીવ્રતા ટોચે પહોંચી છે અને ગત બે દિવસમાં જ દેશમાં ર૪ હજારથી વધુ કેસો નોંધાયા છે. બીજી તરફ કોરોનાથી મોતની સંખ્યામાં પણ અનેક ઘણો વધારો નોંધાયો છે. જેનો કુલ આંક ૯પ૦૦ ને ચાર પણ પહોચ્યો છે. દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા ૩.૩૩ લાખને પાર પહોીંચી છે. જેમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૧.૬૯ લાખ આવી છે. આંકડાકીય માહીતી મુજબ શનિવારના રોજ કેસોની સંખ્યા ૧૨,૩૬૮ એ પહોંચી છે. જે રવિવારના રોજ ૧૨,૧૫૬ નાં આંક નોંધાયો હતો. દિલ્હીમાં નવા કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા રરર૪, આંધ્રપ્રદેશમાં ર૬૪, આસામમાં ૩૩૧, છત્તીસગઢમાં ૧૯૯ કેસો નોંધાયા હતા. એવી જ રીતે મહારાષ્ટ્રમાં ૩૩૯૦, તામીલનાડુમાં ૧૯૭૪, ગુજરાતમાં ૫૧૧, ઉત્તરપ્રદેશમાં ૪૯૯, હરીયાણામાં ૪૫૯ અને બંગાળમાં ૩૮૯ કેસો નોંધાયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરવામાં આવે તો કુલ ૧૯૮ નવા કેસો નોંધાયા છે.