સ્ટેન્ટની આયાતમાં ૨૫ ટકાનો જોવા મળ્યો ઘટાડો : સ્થાનિક કંપનીઓનો શેર ૩૦ ટકાથી વધી ૫૫ ટકાએ પહોંચ્યો

સરકાર દ્વારા સ્ટેન્ટનાં ભાવો નકકી કરવામાં આવતાની સાથે જ સ્થાનિક સ્ટેન્ટ ઉત્પાદકોની આવકમાં અનેકગણો વધારો થયો છે. આંકડાકિય માહિતી મુજબ સ્થાનિક ઉત્પાદકોએ ૬૦ ટકા જેટલું બજાર કબજે કર્યું છે. ગત ૩ વર્ષમાં બજારની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે ત્યારે જે કોઈ સ્થાનિક ઉત્પાદકો સ્ટેન્ટનું ઉત્પાદન કરે છે તેઓને ફાયદો પહોંચ્યો છે જયારે ઈમ્પોર્ટ કરતા વેપારીઓને નુકસાની વેઠવી પડી રહી છે. સ્ટેન્ટની ઉપયોગીતા અને તેની ગુણવતામાં વધારો થતા ૩૦ થી ૪૦ ટકાનો માર્કેટ શેર વઘ્યો હોવાનું સામે આવ્યું છે જયારે ઈમ્પોર્ટ કરતા ઉત્પાદકોનાં વોલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો છે જે પહેલા ૬૦ ટકાનો હતો તે ઘટી ૩૫ ટકાએ પહોંચ્યો છે.

London Eye

સરકાર દ્વારા સ્ટેન્ટનાં ભાવ નિર્ધારણ કરતાની સાથે જ ભારતીય કંપનીમાં ઘણોખરો સુધારો જોવા મળ્યો છે અને ઓછા ભાવવાળા સ્ટેન્ટની માંગમાં પણ અનેકગણો વધારો જોવા મળ્યો છે જેથી સ્થાનિક ઉત્પાદકોની આવકમાં ઘણાખરા અંશે વધારો નોંધાયો છે. ભારતીય કંપની કે જે સ્ટેન્ટનું ઉત્પાદન કરે છે તેના આંકડામાં ઘણો વધારો જોવા મળ્યો છે જેમાં ૨૦૧૬-૧૭માં આંકડો ૩૦ ટકાનો રહ્યો હતો જે ૨૦૧૯-૨૦માં વધી ૫૫ ટકાએ પહોંચ્યો છે. જયારે બીજી તરફ જે કોઈ કંપની મોંઘી સ્ટેન્ટ ઈમ્પોર્ટ કરે છે તેના માર્કેટ શેરમાં ઘણો ખરો ઘટાડો જોવા મળ્યો છે જે પહેલા ૭૦ ટકાનો રહ્યો હતો તે હવે ૪૫ ટકાએ પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. ભારતમાં સ્ટેન્ટનો ઉધોગ ૧૫૦૦ કરોડનો છે જેમાં ૧૫ થી ૧૮ ટકાનો વાર્ષિક વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારોમાં સ્ટેન્ટનાં ઉપયોગમાં વધારો થવાનું કારણ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરીટી દ્વારા ભાવ નિયંત્રણ કરવા બાદ સુધારો થયો હોવાનું સામે આવ્યું છે. ૮૫ ટકા જેટલા ભાવમાં ઘટાડો થતાની સાથે જ સ્ટેન્ટની ઉપયોગીતામાં ઘણો સુધારો જોવા મળ્યો છે.

છેલ્લા ૩ વર્ષમાં સ્ટેન્ટને લઈ અનેકવિધ સંશોધનો કરવામાં આવ્યા હતા જેમાં બીએમએસ સ્ટેન્ટની કિંમત ૮૨૬૧ની છે જયારે ટ્રક એલ્યુટીન સ્ટેન્ટની કિંમત ૩૦,૦૮૦ રૂપિયાની છે. હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે સ્ટેન્ટ ઉપરાંત અન્ય ચાર્જ દ્વારા ખર્ચ વધારવાનો માર્ગ શોધવામાં આવી રહ્યો છે પરંતુ સ્ટેન્ટનો ઉપયોગ અને તેની સુલભતા અત્યંત વધી છે. ઉધોગ સાથે સંકળાયેલા અધિકારીઓએ અને કર્મચારીઓએ ભાવ નિર્ધારણની રમતમાં ફેરફાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને આગોતરા ભાવ મર્યાદાનું વર્ણન કર્યું છે. કિંમત મર્યાદા પહેલા મલ્ટીનેશનલ કંપનીઓ એવા ઉત્પાદનોનું બજારમાં વેચાણ કરી શકતી હતી કે જે તેમને શ્રેષ્ઠ ગુણવતાનું લેબલ લગાવતા હોય તેવું લાગી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ભારતમાંથી ડ્રગ રીલીઝીંગ સ્ટેન્ટને બજાર પછીની ૨૫ ટકા વધારાની સમીક્ષા કરી હોવાનું સામે આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.