યાત્રાધામ સોમનાથ ખાતેથી દ્વારકાધીશ યાત્રાધામને જોડતી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સોમનાથ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સોમનાથ દ્વારકા વાયા હર્ષદ એસ.ટી.ની લોકલ બસ મેટ્રોલીંક સર્વિસનો પ્રારંભ થવાથી મુસાફરોને સરળતા રહેશે.
આ તકે સોમનાથ ટ્રસ્ટના ઈન્ચાર્જ જનરલ મેનેજર ઉપેન્દ્રભાઈ કોદાળા, ટ્રસ્ટના અધિકારી, અવધ ટાઈમ્સના રીપોર્ટર યોગેશકુમાર સતીકુવર, ટ્રાફીક કન્ટ્રોલર જગદીશભાઈ, ડ્રાઈવર લાખાભાઈ, કંડકટર મનસુખભાઈ તથા અન્ય એસ.ટી.નો સ્ટાફ ઉપસ્થિત રહેલ હતો. પૂજારી મિથિલેશભાઈ દવે ઉપસ્થિત રહેલ હતા.
ટ્રસ્ટના પુજારી દ્વારા મંત્રોચ્ચાર દ્વારા વિધિવત પ્રારંભ કરાવાયેલ હતો. આ બસ સોમનાથ ખાતેથી બપોરે ૧૨.૩૦ વાગ્યે ઉપડી સાંજે ૧૮.૩૦ વાગ્યે દ્વારકા પહોચશે અનેત્યાંથી વહેલી સવારે ૫.૪૫ વાગ્યે ઉપડી ૧૧.૩૦ વાગ્યે સોમનાથ પહોચશે. એટલે કે સોમનાથથી બપોરની આરતી કરી યાત્રીકો સાંજની આરતીમાં દ્વારકા પહોચી શકશે તેવી જ રરીતે દ્વારકાથી નીકળ્યાબાદ સોમનાથની બપોરની આરતી પણ યાત્રીકોકરી શકશે. આ રીતે આ ટ યાત્રીકો માટે આશિર્વાદ રૂપ નીવડશે. આ બસનું ભાડુ રૂ.૧૨૫ રાખવામાં આવેલ છે. આ બસ દ્વારકા ડેપો દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેનાથીક યાત્રી સુવિધામાં વધારો થયેલ છે.