અંગ્રેજી-હિન્દી કરતા સ્થાનિક ભાષામાં નીટ અઘરી કેમ? સરકારે માંગ્યો જવાબ
સરકારનાં માનવ સંશાધન મંત્રાલય દ્વારા સીબીએસઈને વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવાયેલા પ્રશ્ર્ન સંદર્ભે જવાબ આપવા જણાવ્યું છે કે સ્થાનિકક ભાષામાં નીટના પ્રશ્ર્નપત્રો હિન્દી અને અંગ્રેજી કરતા જુદા અને અધરા શા માટે?
નીટની પરીક્ષાર્થીઓ દ્વારા આ અંગે સરકારના માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરને લેખિતમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી આ પરીક્ષા ગત ૭મી મેના રોજ સીબીએસઈ દ્વારા ૧૦ સ્થાનિક ભાષાઓ ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં લેવામાં આવી હતી જેના થકી ડેન્ટલ કોલેજમાં એડમિશન મળનાર હતા આ વિદ્યાર્થીઓએ જાવડેકરને આ અંગે પ્રશ્ર્ન ઉઠાવતા જણાવ્યું હતુ કે એક જ ફિલ્ડ માટેની પરીક્ષાની પ્રક્રિયા માટે દરેક ભાષામાં અલગ પ્રશ્ર્નપત્રો શા માટે કાઢવામાં આવ્યા હતા? તેમજ આ અંગે જાણકારી આપી હતી કે સ્થાનિક ભાષાના પ્રશ્ર્નપત્રો વધારે અધરા હતા આ અંગે સી.બી.એસ.ઈ.ને પ્રશ્ર્ન પૂછવામાં આવે તેમજ આ અંગે તુરત જ ચોખવટ પૂર્વક જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતુ.
આંધ્રપ્રદેશ ખાતેના પરીક્ષાર્થીઓ કે જેમાં તેલગુ માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ અંગે દાવો કરવામાં આવ્યો હતો. કે અંગ્રેજી અને હિન્દી કરતા તેઓના પ્રશ્ર્નપત્રો અધરા હતા. નીટ આ અંગે પ્રથમથી જ ચોકકસ પ્રકારનાં ડ્રેસકોડના કારણે વિવાદમાં રહી હતી. ત્યારે આ વધુ એક વિવાદનો સામનો નીટ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. આ અંગેના ચોકાવનારા કિસ્સામાં પરીક્ષાર્થીઓમાં પ્રવેશ અગાઉ આંતર વસ્ત્રોને ઉતરાવવામાં આવ્યા હતા. તો કોઈ વિદ્યાર્થીનીના જીન્સમાં પોકેટ પરના મેટલ બટન હોઈ તે બદલાવવા માટે જણાવાયું હતુ, આ અંગે વસ્ત્રો ઉતારવાના કિસ્સામાં ભોગ બનનાર વિદ્યાર્થીનીએ પ્રશ્ર્ન ઉઠાવતા સીબીએસઈ દ્વારા કરેલા ખાતેનાં પ્રિન્સીપાલને પૂછવામાં આવતા તેમણે તથા આ વિચિત્ર વર્તન બદલ અન્ય ચાર શિક્ષકોને માફી માંગવાનો વારો આવ્યો હતો.