- રાજયની 94 નગરપાલિકાઓ માટે ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીઓની નિમણુંક કરતું રાજય ચુંટણી પંચ
ગુજરાતમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટે રાજય ચુંટણી પંચ દ્વારા આવતા સપ્તાહે ચુંટણીની તારીખનું એલાન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. રાજયની જે 94 નગરપાલિકાઓની ચુંટણી યોજવાની છે. તેના માટે ચુંટણી પંચ દ્વારા ગઇકાલે ચુઁટણી અધિકારી તથા મદદનીશ ચુંટણી અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે.
રાજય ચુંટણી પંચ દ્વારા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ, સુરેન્દ્રનગર – દુધરેજ, વઢવાણ, લીંબડી, પોરબંદર જીલ્લાની રાણાવાવ અને કુતિયાણા, બોટાદ જિલ્લાની બોટાદ અને ગઢડા નગરપાલિકા, ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકા, જામનગર જિલ્લાની ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, નગરપાલિકા, અમરેલી જીલ્લાની લાઠી, ચલાલા, રાજુલા, જાફરાબાદ, અમરેલી, સાવરકુંડલા, અને દામનગર નગરપાલિકા, દેવભૂમિ દ્વારકા જીલ્લાની સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકા, મોરબી જિલ્લાની ટંકારા, હળવદ, વાંકાનેર અને માળીયા મિયાણા નગરપાલિકા, રાજકોટ જીલ્લાની જેતપુર, નવાગઢ, ધોરાજી, ઉ5લેટા, ભાયાવદર, જસદણ નગરપાલિકા, જુનાગઢ જીલ્લાની માંગરોળ, માણાવદર, બાંટવા, વંથલી, ચોરવાડ અને વિસાવદર નગરપાલિકા, કચ્છ જિલ્લાની ભચાઉ રાપર, નખત્રાણા નગરપાલિકા, ભાવનગર જીલ્લાની શિહોર, ગારિયાધાર અને તળાજા નગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની નિયુકિત કરવામાં આવી છે.
રાજય ચુઁટણ પંચ દ્વારા નગરપાલિકાની આગામી સામાન્ય ચુંટણી, મઘ્યસત્ર ચુંટણી અને પેટા ચુંટણી માટે ચુંટણી અધિકારીની નિયુકિત કરવામાં આવી છે.
સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ઓબીસી અનામત નકકી કરવા માટે નિમાયેલા પંચનો રિપોર્ટ આવવાનો બાકી હોવાના કારણે છેલ્લા છ માસથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન છે 27 ટકા ઓબીસી અનામત અપાયા બાદ નવા સિમાંકન મુજબ બેઠકની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. નગર પાલિકાઓ માટે ચુંટણી અધિકારી અને મદદનીશ ચુંટણી અધિકારીની નિયુકિત કરી દેવામાં આવી હોય આવતા સપ્તાહે ગમે ત્યારે ચુંટણી ની તારીખોનું એલાન કરવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.