મહુવા તાલુકાના ભાદરા ગામમાં રખડતા ગૌવંશ ખુટીયાઓ ઉપર એસીડ નાખી ગૌવંશ ઉપર ક્રુરતા આચરી ગંભીર ઇજા પહોચાડવાના ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. ઝાલા તથા પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.પી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ તથા મહુવા પોલીસ સ્ટેશનના સ્ટાફેને ભાવનગર જીલ્લાના ભાદરા ગામમાં રખડતા ગૌવંશ ખુટીયાઓ ઉપર એસીડ નાખી ગૌવંશ ઉપર ક્રુરતા આચરી ગંભીર ઇજા પહોચાડવાના ચકચારી વણશોધાયેલ ગુન્હાને ડીટેક કરવા માટે સખત સુચના આપી હતી..
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તથા મહુવા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં ઉપરોક્ત અનડીટેકટ ગુન્હાના આરોપી બાબતે હકીકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાદરા ગામે આવતા સંયુકત બાતમી હકિકત મળેલ કે, ભાદરા ગામે આવેલ ઉત્તમ ડિહાઇ ડ્રેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નાસીરભાઇ હબીબભાઇ કાળવાતર ખુટીયાઓ ઉપર એસીડ નાખેલ છે.
જે હકીકત આધારે તુર્તજ ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યા એક ઇસમ હાજર મળી આવેલ જેનુ નામઠામ પુછતા નાસીરભાઇ હબીબભાઇ કાળવાતર( ઉ.વ.-32 ધંધો ચોકીદાર રહે-ઉત્તમ ડિહાઇડ્રેશન, ભાદરા ગામ, તા.મહુવા) મુળ ગામ દિહોર ગામ, તા.તળાજા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવેલ કે, હું ઉત્તમ ડિહાઇડ્રેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરુ છુ અને મારા શેઠની ભેશોની દેખરેખનુ કામ કરુ છુ અને મારા શેઠની ભેશોને નિરણ નાખુ ત્યારે ગૌવંશ ખુટીયા ઓ ત્યા આવીને ભેશોની નીરણ ખાઇ જતા અને ભેશોને હેરાન કરતા હતા, જેથી આજથી આશરે બારેક દિવસ પહેલા બપોરના સમયે ગૌવંશ ખુટીયાઓ મારા શેઠની ભેશો પાસે આવેલ અને ભેશોને હેરાન કરતા હતા ત્યારે મે ગૌવંશ ખુટીયાઓ ઉપર મારી પાસે રહેલ એડીસ ડબલામાં ભરીને ગૌવંશ ખુટીયાઓ નાખેલ હોવાની કબુલાત કરતા, મજકુર ઇસમને મહુવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.45/2021 ઇ.પી.કો. કલમ 429, 295 (ક) તથા પ્રાણી ક્રુરતા નિવારણ અધિ નિયમ- 1960ની કલમ 11(1)(ક) તથા જી.પી. એકટ કલમ 119 મુજબના* ગુન્હાના કામે હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.