કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં કેટલાંક મહિલા કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી હોવાનો અસંતોષ ઉઠયો છે: પરિણામે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરને રજુઆત કરવામાં આવી હતી
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ કાર્યાલયે રર ઉમેદવારો જે જાહેર થયા તેમને બોલાવવામાં આવ્યા હતા. અને વિગતો આપી હતી. ત્યારે સાથે સાથે મહિલા કોંગ્રેસ કાર્યકરો રજુઆત કરવા આવ્યો હતો. મહિલા પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા, શહેર મહિલા કાર્યકરો એવી રજુઆત કરવા આવેલ કે હજુ અમારા નામ કેમ આવ્યાં નથી.
ઉમેદવારોની પ્રથમ યાદીમાં કેટલાક મહિલા કાર્યકર્તાઓના નામ ઘ્યાનમાં ન લેવાતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરને રજુઆત
પરંતુ પાર્ટીની ગાઇડ લાઇન મુજબ હજુ કોઇ નામ ડિકેલર નથી થયા, અત્યારે બધાના નામ પેનલોમાં છે. તેની ચર્ચા ઉપરથી થશ અને પીસીસી જે નકકી કરે તે નામનું ડિકલેરેશન થશે. તેઓની લાગણીઓ હતી કે અમારું ઘ્યાનમાં લેજો અમને ભૂલી નથી જતાને તે માટેની રજુઆત કરવા આવ્યા હતા. તેઓની રજુઆતનો મેં જવાબ આપ્યો કે હજુ તો રર નામ કલીયર થયા છે.
બધા વોર્ડ બાકી છે તેમાં મહિલા કોંગ્રેસને લાગે છે ત્યાં સુધી તે મહિલા કોંગ્રેસના જે 3-4 જે રનીંગ કોર્પોરેટર છે. જયાં કોઇ વિખવાદ નથી તેવા નામ જાહેર થયા છે. તમે શાંતિ રાખો ગામની વાતો સાંભળો કોઇ ઉમેદવાર કહે હું નકકી જ છું મને મળી ગઇ છે. તે વસ્તુ પર તમે ના ચાલો, બે-ત્રણ દિવસથી અખબારોમાં નામ આવવા લાગ્યા તે પોત પોતાની રીતે નામો લખે છે આ તો નાના નાના કાર્યકર્તાઓને લાગે કે હું રહી ગઇ તે માટે રજુઆત કરવા આવ્યા હતા.