તમામ ૧૮ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ: સવારે ૭ી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન, અંતિમ કલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે
કાલે મહાપાલિકાની ચૂંટણીનો જંગ જામવાનો છે. તમામ ૧૮ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રી પાંખીયો જંગ જોવા મળવાનો છે. શહેરના કુલ ૯૯૧ મતદાન મકો ઉપર સવારે ૭ી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. અંતિમ કલાક ખાસ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ફાળવવામાં આવી છે.
રાજકોટ મહાપાલિકાની આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ ઈ ગઈ છે. ચૂંટણી સ્ટાફે પણ સાંજના અરસામાં તમામ મતદાન મકોનો કબજો સંભાળી લીધો છે. શહેરના કુલ ૧૦.૯૩ લાખ મતદારો ૧૮ વોર્ડના ૨૯૩ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. આ વખતની મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. જો કે એનસીપી અને બસપા વર્ષોી ચૂંટણી લડી રહ્યું છે.પણ ત્રીજા પક્ષ તરીકે તેઓની ગણના ઈ ની. આ વર્ષે ચૂંટણી લડી રહેલું આપ ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જેી હવે ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પક્ષ વચ્ચે ત્રી પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
મતદાનનો સમય સવારે ૭ વાગ્યાી સાંજે ૬ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં અંતિમ કલાક કોરોના પોઝિટિવ દર્દીઓ માટે રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૫ વાગ્યે કરશે મતદાન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ કોરોના પોઝિટિવ છે. તેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ફાળવવામાં આવેલી અંતિમ કલાકમાં મતદાન કરવાના છે. તેઓ રાજકોટના વોર્ડ નં.૧૦ના બુ નં.૨માં રૂમ નં.૭માં અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ, જીવણનગર સોસાયટી, રૈયા રોડ ખાતે મતદાન કરશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તેઓ પીપીઇ કીટ પહેરીને કોરોનાગ્રસ્ત દર્દીઓના સમયમાં જ મતદાન કરવાના છે. તેઓને ખાસ તકેદારી પૂર્વક મતદાન મકે લઈ આવવામાં આવશે.