પાકિસ્તાની સેનાએ સોમવારે એક નિવેદન જાહેર કરીને સ્વીકાર્યું કે ઈન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં તેમના ચાર જવાન માર્યા ગયા છે. બીજી તરફ, ઈન્ડિયન આર્મીના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને રવિવાર રાત્રે સિઝફાયર વાયોલેશન શરૂ કર્યું હતું. તે સોમવાર મોડી રાત સુધી ચાલુ રહ્યું. પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ ઘૂસણખોરી કરાવવા માટે કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન આર્મીએ તેનો યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાનના અનેક સૈનિક ઠાર માર્યા.

જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સિક્યુરિટી ફોર્સે ઉરીસેક્ટરમાં સીમા પારથી ઘુસણખોરી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીઓને ઠાર કરી દીધા છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદે આ વિશેની માહિતી આપી છે. સેના તરફથી માહિતી મળી છે કે, 5 આતંકીઓના બોડિ રિકવર કરી લેવામાં આવ્યા છે, જ્યારે છઠ્ઠા આતંકીની બોડિ શોધવામાં આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ.પી. વૈદે કહ્યું કે, અમને અત્યાર સુધી પાંચ આતંકીઓના મૃતદેહ મળ્યા છે. પરંતુ ત્યાં 6 આતંકી માર્યા ગયા છે. એકની બોડીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ તમામ જૈશ-એ-મોહમ્મદના આતંકી છે. અને અમારી જાણકારી મુજબ ફિદાયીન હુમલા માટે ઘૂસણખોરીના પ્રયાસમાં હતા.

28 સપ્ટેમ્બરે કાશ્મીરના ઉરીના જોરાવર વિસ્તારમાં સિક્યુરિટી ફોર્સે ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો. ફોર્સના એન્કાઉન્ટમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 3 દિવસોમાં કાશ્મીરમાં સિક્યુરિટી ફોર્સે 5 આતંકીઓને ઠાર કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.