- લોક જાગૃતીના અભિગમ સાથે બી ડીવીઝન પોલીસે લોન મેળાનુ આયોજન કર્યું
- લોન મેળામાં લોન મેળવવા માંગતા 110 જેટલા લોકો રહ્યા હાજર
ગાંધીધામ: લોક જાગૃતીના અભિગમ સાથે ગાંધીધામ ખાતે આવેલ બેન્કોના અધીકારીઓની ઉપસ્થીતીમાં બી ડીવીઝન પોલીસે લોન મેળાનુ આયોજન કર્યું હતું. જેમા લોન મેળવવા માંગતા 110 જેટલા લોકો હાજર રહ્યા હતા. જેઓને અલગ અલગ બેન્કોના પ્રતિનીધીઓ દ્વારા બેન્ક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ. તેમજ આ લોન મેળામાં પોલીસ વિભાગ તરફથી પ્રો.પો.સબ.ઈન્સ સી.એચ.બડીયાવદરા નાઓ દ્વારા આ લોન મેળામાં હાજર રહેલ લોકોને ડીઝીટલ ટેકનોલોજીના સમયમાં અનેક પ્રકારની મોબાઈલ એપ્લીકેશનો દ્વારા લોકોને લાલચ આપી લીંક દ્વારા ફ્રોડ કરવા જેવી પ્રવુતીઓ અમુક ગુનાહીત ઈશમો દ્વારા કરવામાં આવતી હોય છે, તેનાથી સાવચેત રહેવા જરૂરી સમજણ આપવામાં આવી હતી અને ઉંચા વ્યાજથી નાણા ધિરાણ કરી વ્યાજ રૂપે ખુબ જ મોટી રકમની ઉઘરાણી કરતા લોકોથી દુર રહી વ્યાજના ચક્રવ્યુહમાં ન ફસાવા અને વ્યાજની ઉઘરાણી કરી લોકોને હેરાન પરેશાન ક૨તા હોય તેવા લોકોની વિના સંકોચે પોલીસને માહીતી આપવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ- ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી ગાંધીધામ શહેરમાં વસવાટ ક૨તા લોકોની લોક જાગૃતી સારૂ જરૂરી કાર્ય પધ્ધતી અપનાવવા હેઠળ સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી સુચનો મળતા ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા વ્યાજ ખોરીના દુષણની પ્રવુતી ને ડામવાના આથ્ય સાથે લોકોને પોતાની આર્થીક જરૂરીયાતો માટે રૂપિયાની જરૂરીયાત રહેતી હોય તેવા લોકોને સરળતાથી બેન્ક લોન મળી રહે તે માટે સામાન્ય પ્રજાજનોને લોન મેળવવા અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કીંગ સવલત મળી રહે તેવા ઉમદા હેતુથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે સારૂ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એક્સીસ બેન્ક તથા બેન્ક ઓફ બરોડા તથા પંજાબ નેશનલ બેન્ક તથા આઈ.સી.આઈ.સી. બેન્ક જેવી અલગ અલગ બેન્કોના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનુ આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં લોન મેળવવા માંગતા 110 જેટલા લોકો હાજર રહેલ હતા જેઓને અલગ અલગ બેન્કોના પ્રતિનીધીઓ દ્વારા બેન્ક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતુ. આ લોન મેળામાં પોલીસ વિભાગ તરફથી પ્રો. પો.સબ.ઈન્સ સી.એચ.બડીયાવદરા નાઓ દ્વારા આ લોન મેળામાં હાજર રહેલ લોકોને આ ડીઝીટલ ટેકનોલોજી ના સમયમાં અનેક પ્રકારની મોબાઈલ એપ્લીકેશનો દ્વારા લોકોને લોભામણી લાલચ આપી લીંક દ્વારા ફ્રોડ કરવા જેવી પ્રવુતીઓ અમુક ગુનાહીત ઈશમો દ્વારા કરવામાં આવતી હોય છે તેનાથી સાવચેત રહેવા જરૂરી સમજણ આપવામાં આવેલ અને ઉંચા વ્યાજ થી નાણા ધિરાણ કરી વ્યાજ રૂપે ખુબજ મોટી રકમની પઠાણી ઉઘરાણી કરતા લોકો થી દુર રહી વ્યાજના ચક્રવ્યુહ માં ન ફસાવા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન પરેશાન ક૨તા હોય તેવા લોકોની વિના સંકોચે પોલીસ ને માહીતી આપવા લોકોને અપીલ કરવામાં આવેલ હતી.
અહેવાલ: ભારતી માખીજાણી