મોરબી, હળવદ અને અમરેલીમાં જરૂરીયાતમંદ માટે યોજાશે લોન મેળો
ગોંડલ અને ગીર સોમનાથ યોજાયેલા લોન મેળામાં મળ્યો બહોળો પ્રતિસાદ
વ્યાજનું દુષણને ડામી દેવા રાજયભરમાં 1 માસ સુધી લોક દરબાર યોજી સરકાર પિડીતોની વ્હારે આવ્યો હતો.જેમાં વ્યાજની પઠાણી ઉઘરાણીથી માલ મિલ્કત પડાવી અને 3 ટકાથી 30 ટકા સુધી વ્યાજ વસુલવામાં આવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.વ્યાજંકવાદીમાંથી પિડીતોને છોડાવવા માટે પોલીસ દ્વારા આર્થિક જરૂરીયાત મંદોને સરળતાથી લોન મળી શકે તેવા આશયથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ગોંડલ ડીવાયએસપી હેઠળના પોલીસ મથક વિસ્તારના અને ગિર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ ખાતે પીડીતો માટે લોન મેળો યોજાયો હતો. જયારે મોરબી, હળવદ અને અમરેલી સહિતના સ્થળોએ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
હળવદ યાર્ડ ખાતે પોલીસ દ્વારા લોન મેળો યોજાયો
વ્યાજબી દરે લોન ધિરાણ મળી શકે તે હેતુથી લોનમેળાનું પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ પોલીસ દ્વારા લોકોને સરળતાથી નાણાકીય સહાય મળે અને એક જ જગ્યાએ સરકારી સહાયની માહિતી મળી શકે તે બાબતે લોક ઉપયોગી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હળવદ પીઆઇ એમ વી પટેલ તથા પોલીસ સ્ટાફ હાજર રહેલ તેમજ વેપારી આગેવાનો તેમજ સરકારી ખાનગી અને સહકારી બેંકના અધિકારીઓ તથા કર્મચારીઓ તેઓના હેલ્પ ડેસ્ક ઉપર લોનના સાહિત્ય સાથે ઉપસ્થિત રહ્યા હતા,
વ્યાજખોરના વિષચક્રથી બચવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો નાગરિકોને ઓછા વ્યાજે બેંક લોન મળી રહે તે માટે લોન મેળા કેમ્પનું આયોજન લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવી નેશનલાઈઝડ બેંક થી માંડીને કોઓપરેટિવ બેન્કના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી,તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગો ના પ્રતિનિધિઓ ઉપસ્થિતિમાં હળવદ તાલુકાના જરૂરિયાતમંદ પ્રજાજનોને આ યોજનાઓની વિસ્તૃત લોનમેળામાં જાણકારી આપવામાં આવી હતી. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પીઆઇ એમ.વી.પટેલ. વાસુદેવભાઇ પટેલ, ગીરીશભાઈ લકુમ, યુઝવેન્દ્રસિંહ જાડેજા, કિર્પાલસિંહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જીલ્લા પોલીસ દ્વારા રવિવારે લોન મેળો યોજાશે
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વ્યાજના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ગેર કાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઈસમો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકોની સુવિધા અને આર્થિક સ્થિતિને ધ્યાને લેતા વ્યાજબી દરે લોન/ ધિરાણ મળે તે પણ આવશ્યક છે. આ સ્થિતિને ધ્યાને લેતા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રવિવારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે 11.00 વાગ્યાથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જરુરિયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય/સહકારી બેન્કનાં પ્રતિનિધીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ લોન મેળો યોજાશે. આ લોન મેળામાં તમામ જરૂરિયાતમંદ નાગરિકોને જોડાવવા માટે જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંહ દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ મદદ માટે સંપર્ક હેલ્પ લાઈન નંબર 100, મહિલા હેલ્પ લાઈન નંબર 181, સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર 1930 અને પોલીસ કંટ્રોલ રુમ (02792) 223498 પર સંપર્ક કરી શકાશે.
ગોંડલ: પોલીસ દ્વારા વ્યાજના દુષણને ડામવા લોન મેળો યોજાયો
રાજકોટ જિલ્લા પોલિસ વડા જયપાલસિંહ રાઠોડ ની સૂચનાથી ગોંડલ ડિવિઝન ના ઉઢજઙ કે.જી.ઝાલા અધ્યક્ષ સ્થાને શહેર પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ચૂંગલ માં ફસાયેલા લોકો તેમજ વ્યાજના ચૂંગલમાં લોકો ખોટી રીતે ન ફસાઈ અને તેવી ઘટનાઓથી પીડાઈ નહીં તેવા હેતુસર લોકોને અલગ અલગ પ્રકારે અલગ અલગ વિભાગોમાંથી મળતી લોન ની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ સ્ટેશન ખાતે શહેર, તાલુકા અને કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તાર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા શહેર PI એમ.આર. સંગાડા, PSI એમ.એચ.ઝાલા, કોટડાસાંગાણી PSI વી.પી. કનારા તેમજ SBI બેંકના મેનેજર, કર્મચારીઓ દ્વારા લોકોને બેંક લોન વિશે માહિતગાર કર્યા હતા.
ગોંડલના ડિવિઝન પોલીસ અધિક્ષક કેજી ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે અભિગમ ચાલી રહ્યો છે તેમાં લોકો વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ અને લોકોને જ્યારે આર્થિક જરૂર પડે ત્યારે વ્યાજખોરોના બદલે અલગ અલગ બેન્કના માધ્યમોથી લોન મળે તે માટે બેન્કના સહકાર લઈ અને જરૂરિયાત મંદ લોકોને બેંક માર્ગ પરથી નાણા મળી શકે અને લોન મેળવી શકે તેવા હેતુસર સૌ કોઈ લોકોને માહિતગાર કરાવી અને લોકો વ્યાજના વીસચક્ર માં ન ફસાય તેમજ પોતાની આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવા હેતુથી આ લોન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.