પબજી લવર્સ માટે આતુરતાનો અંત આવી ચુક્યો છે ત્યારે આજે Battlegrounds Mobile India દ્વારા જાહેરાત કરવમાં આવી છે કે પબજી ઑફિશ્યલી લોન્ચ થઇ ચુકી છે, થોડા સમય પહેલા Battlegrounds Mobile Indiaનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં તે જણાવવામાં આવ્યું હતું કે થોડા જ સમયમાં પબજી લોન્ચ થવાની છે અને આજે જ તે ઘડી આવી ચુકી છે જયારે દરેક પબજી લવર્સને શ્વાસમાં શ્વાસ આવ્યો કે હાશ ફાઈનલી હવે હું પબજી રમી શકીશ ત્યારે આજે જ andoid યુઝર્સ ના પ્લે સ્ટોર માં જ અત્યાર સુધી pre registration નો ઓપ્શન આવતો હતો ત્યારે આજે download નો ઓપ્શન આવી ચુક્યો છે.
ત્યારે જ સાથે સાથે ગેમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એક નવી કાર પણ ઉમેરવામાં આવી છે જેનું નામ છે tesla. અત્યર તમે ઘણી અંદર નવી નવી કાર, ટ્રક ને બાઈક જેવા વહિકલ્સ જોયા હશે પરંતુ નવા નામ અને નવી પૉલિસિ સાથે હવે આ ગેમમાં ઘણું નવું નવું જોવા મળી શકશે.
આ ગેમમાં ઘણા નવા ફીચર્સ અપડેટ કરવામાં આવી રહ્યા છે જેમાં ગેમ માં મેપ છે તેને પાર કરવા માટે ઘણી બધી નવી નવી ગાડીઓ ગેમ ની અંદર જોવા મળશે. UAZ નામની જીપ છે તેમાં એક સાથે ચાર પ્લેયર્સની સ્ક્વોડ બેસી શકશે. સાથો સાથ Erangel મેપનો પણ ગેમના ટીઝરમાં સમાવેશ કરાયો હતો.
ગેમ બનાવનારી કંપની kraftonએ કહ્યું કે – આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. તેમજ યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. આ ઉપરાંત તે એક દિવસમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે.
થોડા સમય પહેલા જયારે બધી ચાઈનીઝ એપ પર પ્રતિબંધ કરવામાં આવ્યો ત્યારે તેમાં પબજીનું નામ આવતા જ ગેમ લવર્સમાં માયુશી છવાય ગઈ હતી. ત્યારે Battlegrounds Mobile India દ્વારા આ ગેમ નું નામ બદલાયું અને ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. ટીઝર જોતાંની સાથે જ પબજી રસિકોમાં જાણે ઉત્સાહનો માહોલ છવાયો હતો ત્યારે વધુ એક અપડેટ આપતા આ ગેમ ક્યારે લોન્ચ થઇ શકે છે તેની આતુરતાનો અંત આવી ગયો છે.
ક્રાફ્ટને જાહેરાત કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ એક્સક્લૂસિવ ઇન-ગેમ ઇવેન્ટ્સ જેમ કે આઉટફિટ્સ અને ફિચર્સની સાથે રિલીઝ થશે. ટૂર્નામેન્ટ અને લીગની સાથે આનુ ખુદનુ એકસ્પોર્ટ અને ઇકોસિસ્ટમ પણ હશે. એ જાહેરાત કરવામાં આવી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ડિવાઇસ પર એક ફ્રી ટૂ પ્લે ફિચર તરીકે લૉવ્ચ થશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ નિયમિત રીતે ઇન-ગેમ કન્ટેન્ટને લાવવા દરમિયાન એકસ્પોર્ટ ઇકૉસિસ્ટમ બનાવવા માટે ભાગીદારોની સાથે પણ સહયોગ કરવામાં આવશે.
તો હવે દરેક પબજી રસિકો માટે આજે ખુશીના સમાચાર આવ્યા છે. તો આજે જ કરી લો ડાઉનલોડ અને મંડો રમવા..