જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામમાં ફરી આંદોલન શરૂ થયુ છે, ગ્રામજનોની સંખ્યાબંધ રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, ગામના લોકોની ધરપકડ, આંદોલનની મંજૂરી ના મળવી, મંજૂરી માટે કંપની અને તંત્રની મીલીભગત થી મંજૂરી ના આપવી વગેરે પ્રયાસો કરી આ લોકશાહી દેશ મા આંદોલન ને દબાવવાની કોશિશ કરેલ, છતાં પણ ગ્રામજનો ના ઉત્સાહ અને અન્યાય સામે મક્કમ મનોબળ ને કારણે અંતે તંત્ર દ્વારા ચાર દિવસની મંજૂરી આપવામાં આવી છે.
ત્રણ મહિના અથવા ન્યાય મળે ત્યાં સુધીની મંજૂરી માંગવા છતાં પણ તંત્ર દ્વારા માત્ર ચાર દિવસ ની જ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ફરીથી ગ્રામજનો મક્કમ મનોબળ અને અન્યાય સામે લડવા તૈયાર થઇ અને ફરી થી આંદોલન છાવણીમાં સવારે સાડા દસ વાગ્યાથી બેઠેલા હતા આંદોલન માં ઉપસ્થિત ગામના આગેવાનો માજી સરપંચ મેઘાભાઈ બારૈયા, સોંડાભાઈ ચાવડા બચુભાઈ સાંખટ, ઉપસરપંચ લાલાભાઈ શિયાળ, બાબુભાઇ બારૈયા, અરજનભાઇ કવાડ, મોહનભાઇ સાંખટ, પુંજાભાઈ ચાવડા, મોહનભાઇ ચાવડા, ધારાબેન ધુંધળવા તથા છાવણીમાં સ્વાન હટાવો સમિતિ, ગામના ભાઈયો અને બહેનો તથા યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે.