લોન્ચ થયેલી આયુષ્યમાન ભારત યોજના પાછળ ૮૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ૧૩ રાજયોમાં લાભાન્વીતોને ઈ-કાર્ડ આપવામાં આવ્યા

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનાને ૯૦ દિવસ થઈ ગયા છે અને આ યોજનાનો લાભ લગભગ ૬ લાખ લોકો એ લીધો છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લગભગ ૬ લાખ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઓરિસ્સા, તેલંગણા, તથા હિન્દી રાજયોને આયુષ્યમાન ભારત યોજના માટે ૩૦ સુધી એમઓયું થયા નથી. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થયમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પ્રસુન બેનર્જી અને છોટેલાલે પૂછેલા લોકસભામાં પ્રશ્ર્નોના જવાબમાં જણાવ્યું કે ચાલુ માસની સ્થિતિ અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પાંચ લાખથી પણ વધારે છે.

મહત્વનું છે કે ૨૩ સપ્ટેમ્બરના રોજ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીના ઝારખંડમાંથી આ યોજનાની જાહેરાત કરી હતી. અને તેના માટે રૂ.૮૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા.

આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવારના દર્દીઓને સારવાર પેટે ૫ લાખ રૂપીયાની સહાયની જોગવાઈ કરવામાં આવી હતી.ક આ યોજના અંતર્ગત ૫૦ કરોડ લોકોને હોસ્પિટલની ઉમદા સારવાર મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

મહત્વનું છે કે આ યોજના અંતર્ગત લગભગ ૩૦ લાખ હેલ્થકાર્ડઈ-કાર્ડની સુવિધા મળી રહેશે. અત્યારે ૧૬ હજાર હોસ્પિટલોને આ યોજના સાથે સાંકળવામાં આવી છે. આ ઉપરાંત આ યોજના અંતર્ગત ૫૫ ટકા ખાનગી હોસ્પિટલો એટલે કે ૮,૮૦૭ હોસ્પિટલોમાં પણ આયુષ્યમાન ભારત અંતર્ગત દર્દીઓને સારવાર અપાશે.

વધુમાં નડ્ડાએ જણાવ્યું કે આ યોજના અંતર્ગત ગંભીર બિમારી હોય તો તેવા સંજોગોમાં આયુષ્યમાન કાર્ડ ધારકને સારામાં સારી સારવાર મળી રહે તે માટે રૂ.૮૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કાર્ડીયોલોજી અને કાર્ડીઓ થોરાસીક તેમજ વાસ્કયુલર પ્રોજીઝર જેમાં એનજીઓપ્લાસ્ટી, કોરોનરી આર્ટની, બાયપાસ જેવી સારવારના ત્રણ પેકેજ પણ આયુષ્યમાન ભારતમાં ઉપલબ્ધ છે જેમાં ૩૭ ટકા લોકોને રૂ. કરોડના ખર્ચે સારવાર આપવામાં આવી રહી છે.

તાજેતરમાં ૩૫૦૦ કોમન સર્વીસ સેન્ટર દ્વારા ભારતના ગામડાઓમાં ફરીને સરકારના આ પ્રોગ્રામ અંતર્ગત લોકોને માહિતી આપવામાં આવી રહી છે. ૧૩ રાજયોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત ઈ-કાર્ડની કામગીરી પૂર્ણતાને આરે છે.આ સાથે મેઘાલય, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને કેરલે આયુષ્યમાન ભારત માટે એમઓયુય પર હસ્તક્ષાર કર્યા નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.