ર૩ વર્ષીય મુસ્લીમ યુવાનનીસ ર૬મીએ પીઠાધીકારી તરીકે તિલકવિધિ થશે
કર્ણાટકના ઉત્તરમાં ગણજીલ્લાના લિંગાયત ગઠમાં મુસ્લિમ યુવાનને મઠમાં પદાધિકારી તરીકેની તિલક વિધીની તૈયારી સમગ્ર દેશમાં ભારે ચર્ચા જાગી છે. મુસ્લીમ યુવાન દિવાન શરીફને મઠના પીઠાધિકારી તરીકેની તિલક વિધિની તૈયારીઓ શરુ થઇ છે. ર૩ વરસના દિવાન શરીફ રહીમનસાબ મુલ્લા ર૬મી ફેબ્રુઆરીએ નિમણુંક પામશે તે ૧રમી સદીના સમાજ સુધારક બંસવજાના ઉપાસક તરીકે બાળપણથી ધર્મનું શિક્ષણ મેળવી રહ્યા છે અને તે સામાજીક ન્યાય અને માનવતા ના સિઘ્ધાંતોને ઉજાગર કરી રહ્યા છે.
શરીફ ૩૫૦ વર્ષ જુના કર્ણેશ્વર સંસ્થાન મઠ ખજુરીગામ કાલબાગ હસ્તતગના અસુતિ ગામના આવેલા મૃર્ગ રાજેન્દ્ર કર્ણેશ્વર શાંતિધામ મઠના પિઠાધીકારી બનશે. આ પ્રકારના શ્રી જગતગુરુ મુર્ગ રાજેન્દ્ર મઠ ચિત્રદુર્ગામાં ૩૬૧ જગ્યાએ આવેલા છે. અને કર્ણાટક મહારાષ્ટ્ર અને દેશના વિવિધ સ્થળોમાં આ પંથ લાખો અનુયાયીઓ ધરાવે છે.
બસવા વૈશ્વિક કુટુંબકમની ફિલોસોફીકલ વિચારધારા ધરાવતા હતા. અને તે પોતાના અનુયાયીઓને ધર્મ અને જાતીના વાળાથી પર રાખતા હતા. તેમણે દેશની એકતા અખંડીતતા અને સમાજીકતા અને માનવંતાના પ્રચાર પ્રસારનું સપનું ૧રમી સદીમાં જોયું હતું અને તેમણે મઠ શિક્ષણના દરવાજા તમામ માટે ખોલી દીધા હતા. ખજુરી મઠએ મૃર્ગ રાજેન્દ્ર કોરાનેશ્ર્વર શિવયોગી મઠની જ એક શાખા છે.
શિવયોગીના આસુતિ મઠમાં પીઠાધિકારી તરીકે નિમણુંક પામનાર શરીફના પિતા રહીમન શાહિલ મુલ્લાએ ગામમાં મઠની સ્થાપના કરવા માટે બે એકર જમીન મઠમાં આપી હતી. શીવયોગીએ જણાવ્યું હતું કે આસુતિ મઠ ૨-૩ વર્ષમાં કાર્યરત થઇ જશે.
મુલ્લા શરીફ બસવાની વિચાર ધારાના ઉપાસક છે તેમના પિતા પણ આ પંથના અનુયાયી છે અને તેમણે પણ લિંગાયત સંપ્રદાયની દિક્ષા લીધી હતી. છેલ્લા ૩ વરસથી આ પરિવાર લિંગાયત ધર્મના વિચારોને ફેલાવી રહ્યા છે.