આવતા દિવસના મેળાવડાઓ ડેટીંગથી પૂર્ણ
અમેરિકામાં પુખ્તવયના ૩૦ ટકા લોકો ડેટીંગ એપ્લીકેશનનો લે છે સહારો: ૩૦ વર્ષથી ઓછી વયના લોકો ૫૦ ટકાથી વધુ ડેટીંગ વેબસાઈટનો કરે છે ઉપયોગ
સમગ્ર વિશ્ર્વ ૨૧મી સદીમાં નવતર પ્રયોગ કરતા નજરે પડે છે ત્યારે આવતા દિવસોમાં મેળાવડાઓ ડેટીંગ એપ્લીકેશન મારફતે પૂર્ણ થશે તેવું માનવામાં આવે છે. પહેલાના સમયમાં કોઈ સારું પાત્ર શોધવા માટે અનેકવિધ પ્રકારની મથામણો કરવામાં આવતી હતી પરંતુ જેમ-જેમ દિવસ અને વર્ષો પસાર થઈ રહ્યા છે તેમાં ડેટીંગ એપ્લીકેશન લોકોમાં ભરોસો કેળવી રહ્યું હોય તેવું લાગે છે ત્યારે કયાંકને કયાંક ભારત દેશમાં વસતા નવયુવાનો ડેટીંગ એપ્લીકેશનનો ઉપયોગ ખુબ મોટી માત્રામાં કરતા નજરે પડે છે.
પહેલાના સમયમાં સારુ પાત્ર શોધવા માટે વડિલો નકકી કરતા ત્યાંજ નવયુવાનોનું સગપણ થતુ હતુ. કુળ, જાતી આ તમામ મુદાઓને ધ્યાને લઈ વડિલો દ્વારા પાત્રો નકકી કરવામાં આવતા હતા ત્યારે તે સમયમાં જે દાપત્ય જીવન પણ ખુબ જ લાંબા સમય સુધી ચાલતુ હતું પરંતુ જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ-તેમ નવયુવાનો જુની રીતભાતને છોડી પોતાની મેળે જ પાત્ર શોધી લેતા હોય છે. વડિલો બાદ જ્ઞાતિના મેળાનું ચલણ જોવા મળ્યું હતું જેમાં દરેક જ્ઞાતિ દ્વારા પસંદગી મેળાના ભવ્ય આયોજન થતા હતા જેમાં નવયુવાનો પોતાના પસંદગીનાં પાત્રોને જ્ઞાતિમાં જ શોધતા હતા અને તેમાં તેમના વડિલો અને માતા-પિતા સમર્થન આપતા હતા. હવે જે રીતે યુગ ઝડપી બન્યો છે ત્યારે હવે મેચ મેકિંગનો સમય આવી ગયો છે.
મેચ મેકિંગ દ્વારા આજના નવયુવાનો પોતાના મનગમતા અને અનુકુળ થઈ શકે તેવા પાત્રોને શોધી રહ્યા છે જેમાં તેઓ ડેટીંગ એપ્લીકેશનનો વધુને વધુ ઉપયોગ કરે છે. ડેટીંગ એપ્લીકેશનના ઉપયોગથી જે નાણાકિય ખર્ચ કરવામાં આવતો હતો તેમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ઓનલાઈન ડેટીંગ એપ્લીકેશન મારફતે એકબીજા પોતપોતાની મનગમતી ચીજવસ્તુઓ તેમના શોખ વિશે ચર્ચા પણ કરતા નજરે પડે છે અને આગળનું જીવન જીવવા માટે નેમ પણ લેતા હોય છે ત્યારે ઓનલાઈન ડેટીંગ એપ્લીકેશન દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેનાથી આર્થિક ફાયદો ડેટીંગ એપ્લીકેશનને ખુબ વધુ મળી રહ્યો હોય તેવું લાગે છે. પ્યુ રીસર્ચ સેન્ટર દ્વારા પબ્લીશ કરવામાં આવેલા અહેવાલમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે અમેરિકામાં વસતા ૩૦ ટકા પુખ્ત વયના લોકો ડેટીંગ એપ્લીકેશન અને ડેટીંગ વેબસાઈટનો ઉપયોગ કરે છે ત્યારે ૩૦ વર્ષથી નાની વયના લોકોની સંખ્યા ૫૦ ટકાની છે. સ્માર્ટ ફોન અને સરળતાથી મળી રહેતી આ પ્રકારની ડેટીંગ એપ્લીકેશને સમગ્ર ચિત્રને બદલાવી નાખ્યું છે. ડેટીંગ એપ્લીકેશનમાં ઈચ્છુક લોકોએ તેમની પર્સનલ વિગતોનો ઉમેરો કરવાનો હોય છે ત્યારબાદ તેમને મેચ થતા પાત્રને શોધી આગળનું જીવન જીવવા માટેની તૈયારી પણ દાખવે છે.
પહેલાના સમયમાં બંને પાત્રો વચ્ચે મળવા માટે અનેકવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હતી જેમાં ખુબ જ ખર્ચ થતો હતો પરંતુ ડેટીંગ એપ્લીકેશનના આવાથી આ ખર્ચમાં અનેક પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે. ડેટીંગ એપ્લીકેશનનાં ઉપયોગથી નવયુવાનો તેના સામાપક્ષે યુવતી સાથે મન મેળ થાય છે કે કેમ ? અથવા તેમના બંને વચ્ચે સમજણ જોવા મળે છે કે કેમ આ તમામ મુદાને ધ્યાને લેવામાં આવે છે અને જો આ તમામ પ્રશ્ર્નનું નિવારણ હકારાત્મક લાગે તો તે બંને લાંબા સમય માટે જોડાવવાનું પણ નકકી કરી પોતાનું દાપત્ય જીવન ચાલુ કરે છે ત્યારે અંતમાં એ વાત સ્પષ્ટ છે કે ઓનલાઈન ડેટીંગ એપ્લીકેશન ઘણાખરા અંશે લોકોના જીવન ઉપર અસર કરતું સાબિત થયું છે.