10,38 લાખ ના મુદ્દામાલ સાથે ત્રિપુટીને, અમરેલી એલ.સી.બી.એ પકડી પાડી
અમરેલી જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબની અસરકારક કામગીરી કરવા આપેલી સૂચનાને પગલે એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની . ટીમ દ્વારા પશુધનની તસ્કરી કરનાર ગેંગના પરશોતભાઇ ઉર્ફ પસાભાઈ પુંજાભાઈ તળપદા, રહે.નડીયાદ (જિ.ખેડા), નિઝામુદ્દીન મૈયુદ્દીન શેખ, રહે. માતર, (જિ.ખેડા), તથા રાજ ઉર્ફ રાજલો પુનમભાઈ તળપદા, રહે.નડીયાદ, (જિ.ખેડા) વાળાને બાબરા ગામે આવેલા શાહ પેટ્રોલ પંપ પાસે, રાજકોટ – ભાવનગર હાઇવે રોડ ઉપરથી ઝડપી લઇ, બકરા તથા ચોરીમાં ઉપયોગ કરેલ ક્રેટા કાર, રોકડ રકમ, મોબાઇલ ફોન સહિતનો મળી કુલ રૂપિયા 10,38,000 નો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર સહિતના જિલ્લાઓમાં થયેલ 11 પશુધન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.
ઝડપાયેલ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં, આ આરોપીઓ પોતે તેમજ પોતાના સાગરીત સંજય બાબુભાઇ તળપદા તથા કિશોર મનુભાઇ તળપદા તથા વિપુલ વીરસીંગ ભુરીયા ત્રણેય રહે.નડીયાદ વાળાઓ સાથે મળી ગત તા.24/11/23 નાં રોજ બાબરાના નિલવડા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદીરની બાજુમાં આવેલ ઓરડીમાંથી બકરા જીવ નંગ – 8 ની ચોરી કરી, આ બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા. આ ઉપરાંત ગત તા. 27/11/23 નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મદારગઢ ગામે દેવીપુજકના દંગામાંથી બકરા જીવ નંગ-25 ની ચોરી કરતા, તે વખતે માણસો જાગી જતા આ બકરા ક્રેટા કાર તેમજ કારમાં ભરી જતા રહેલ હતા. ગત તા. 7/11/23 ના રોજ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપરા ગામેથી ઘેટા તથા બકરા જીવ નંગ – 8 ની ચોરી કરેલ કરી, આ ઘેટા બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા. તથા ગત તા.2/11/23 નાં રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામેથી બકરા જીવ નંગ 8 ની ચોરી કરેલ કરી, આ બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા. આજથી આશરે બારેક દિવસ પહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે લોધીકા રોડ ઉપર આવેલ દેવીપુજક દંગામાંથી બકરા જીવ નંગ – 4 ની ચોરી કરેલ કરી, આ બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા.
ભાવનગર મુકામે નારી ચોકડીથી આખલોલ જકાતનાકાથી બકરા જીવ નંગ-36 , રાણપુર તાલુકાના નાના ભાડલા ગામેથી બકરા જીવ નંગ – 3 ની ચોરી કરેલ કરી. ટંકારા તાલુકાના અમરાપરા ગામેથી બકરા જીવ નંગ – 3 ની ચોરી કરેલ કરી, આ બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા. આજથી આશરે ત્રણેક માસ પહેલા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામેથી રખડતા બકરા 2 ની ચોરી કરેલ કરી, આ બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા.
આજથી આશરે ચારેક માસ પહેલા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના અમરાપરા ગામેથી બકરા જીવ નંગ – 5 ની ચોરી કરેલ કરી, આ બકરા ક્રેટા કારમાં ભરી લઇ ગયેલ હતા. બાબરા તાલુકામાં નિલવડા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરમાં ગઈ તા. 24/11/23 નાં રોજ કરેલ ચોરી પહેલા અગાઉ બે વખત આ જ જગ્યાએથી બકરાઓની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.