જનસેવા ટ્રસ્ટને ૧.૪૧ લાખ રૂપિયાનું અનુદાન અર્પણકરાયું
જીવદયા ગ્રુપ દ્વારા જાગનાથ પ્લોટ જૈન સંઘમાં યશોવિજયજી મહારાની નિશ્રામાં તથા ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાની ઉપસ્થિતિમાં રાજકોટ મહાજનની પાંજરાપોળ રાધેશ્યામ ગૌશાળા, કોઠારીયા લાપાસરી ખોડીયાર ગૌશાળા, વિજય હનુમાન ગવરીદડ ગૌશાળા કરુણા સત્યમ ગૌશાળા, મોટા વડાળા ગૌશાળા, લાલપરી ધારેશ્વર ગૌશાળા, ગુરુ દત્તાત્રેય ગૌશાળાનના ૧૩૦૦ મણ જેટલી લીલી જાર અર્પણ કરવામાં આવી તેમજ જનસેવા ટ્રસ્ટ અંદાજે ૧,૪૧,૦૦૦/- જેટલું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથો સાથ રાજકોટ મહાજનની પાંજરાપોળમાં દાતાઓના સહકારથી ૫૬ મરઘાના જીવોને નિભાવ ખર્ચ સાથે મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે યશોવિજય મહારાજે સર્વેની જીવદયા ગ્રુપ તથા જીવદયાનું સર્વેને મહત્વ સમજાવ્યું. ડો. વલ્લભભાઇ કથીરીયા દ્વારા ગૌમાતાઓ તથા ગોધન વિશે માહિતગાર કરવામાં આવેલ. આ પ્રસંગે જૈન અગ્રણી ઉપેનભાઇ મોદી દ્વારા જીવદયા ગ્રુપ કેવી રીતે કાર્ય કરે છે.
તેનાથી સર્વેને માહીતગાર કર્યા હતા. જનસેવા ટ્રસ્ટનો ફાળો એકઠો કરવા માટે સોનુભાઇ આદતાણીનું સન્માન શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. ચાર ઘેટા બકરાના જીવોને કામીનીબેન પરીમલભાઇ કામદાર ના સહયોગથી હર્ષદભાઇ મહેતા દ્વારા મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અગ્રણીઓ સ્વામી વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, દીનેશભાઇ પારેખ, જીતુભાઇ વસા, હરેશભાઇ શાહ, અતુલભાઇ શેઠ, મીતલભાઇ ખેતાણી તથા પ્રતિકભાઇ સંઘાણી, અરુણભાઇ દોશી, યોગેશભાઇ શાહ, દીનેશભાઇ વોરા, હરેશભાઇ વીછી સહીતનાઓ હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવદયા ગ્રુપના સર્વે સભ્યો ઉપેનભાઇ મોદી, પ્રકાશ મોદી, નિરવ સંઘવી, હર્ષદ મહેતા, હીરેન કામદાર, સમીર કામદાર, હિતેશ દોશી, ભરત બોરડીયા, અમીત દેસાઇ, નીખીલ શાહ, અરુણ નિર્મળ, વિરેન્દ્ર સંઘવી, પારસ મોદી, વિજય દોશી, નીલેશ દોશી, સુનીલ દામાણી, ધવલભાઇ દોશી: હીમાશુ ચીનોય, દીવ્યેશ કામદાર, મનોજ પારેખ, નીરવ પારેખ, રક્ષીત શાહ, પારસ શાહ, દર્શન શાહ, આશીષ પંડયા, સોનુભાઇ આદતાણી સહીતનાઓએ જહેમત ઉઠાવી હતી.