ડાયમંડ વ્યવસાયના અગ્રણી ગોવિંદભાઇ ધોળકિયાનું સફળતાપૂર્વક ઓપરેશન છેલ્લા સાડા 4 વર્ષમાં 14 લાખ લોકોએ હોસ્પિટલની સેવાનો લાભ લીધો
દેશની આગવી અને રાજ્યની નં-1 કિરણ હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું.
કિરણ હોસ્પિટલના 40 વિભાગો દ્વારા લાખો લોકોની સેવા થઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થઇ રહયા છે. મોટી સંખ્યામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરીને બહોળો અનુભવ ધરાવતા અને કિરણ હોસ્પિટલ સાથે જોડાયેલા તેવા ડો. રવિ મોહન્કા અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગની ટીમ દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક કર્યુ.
આ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યકિત અનેક સામાજીક કાર્યો સાથે જોડાયેલા અનેક સંસ્થાઓમાં કરોડોનું દાન કરી ચુકેલા, ખૂબ લોકચાહના ધરાવતા તેમજ ડાયમંડ વ્યવસાયના અગ્રણી ઉદ્યોગપતિ અને કિરણ હોસ્પિટલના પ્રમુખ એવા ગોવિંદભાઇ ધોળકીયાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. સુરતમાં પ્રથમ કિરણ હોસ્પિટલ ખાતે અને તે પણ ગોવિંદભાઇ ધોળકીયાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થતા ચારે તરફથી કિરણ હોસ્પિટલને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
લોકોની આરોગ્ય સેવા માટે કિરણ હોસ્પિટલ તેના મુળ ઉદ્દેશ તરફ એક પછી એક નવા વિભાગો શરૂ કરીને લોકોને સુરતમાં ન મળતી હોય તેવી આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં કિરણ હોસ્પિટલ સફળ રહી છે. પાછલા સાડા ચાર વર્ષમાં 14 લાખ લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે અને લાભ લેનાર હર કોઇ વ્યકિત હોસ્પિટલની સેવાથી ખુશી વ્યક્ત કરી રહયા છે.
આજથી બે વર્ષ પહેલા સુરતમાં સૌપ્રથમ કિરણ હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ શરૂ કર્યો અને ત્યાર પછી અનેક દર્દીઓને સફળતા પુર્વક કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થઇ તેવી જ રીતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિભાગની પણ લોકો મોટી સંખ્યામાં સેવા લઇ રહ્યા છે. અગામી દિવસોમાં કિરણ હોસ્પિટલમાં બાકી રહેલા ટ્રાન્સપ્લાન્ટ વિભાગો જેવા કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત થશે.