- સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું એક માત્ર કેન્દ્ર બી.ટી.સવાણી કિડની હોસ્પિ.નો 22મા વર્ષમાં મંગલ પ્રવેશ
- સારવારની સાથે સાથે રોગ અટકાવવાની સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા દ્વારા સફળતા પૂર્વક 22 કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા
Rajkot News
સૌરાષ્ટ્ર વિસ્તારના કિડનીના રોગોની હાલાકીને ધ્યાનમાં લઈ વર્ષ 1998 માં ડો. પ્રદીપભાઈ કણસાગરા, સ્વ. દેવજીભાઈ પટેલ, જયંતીભાઈ ફળદુ, રમેશભાઈ પટેલ અને ડો. વિવેક જોશી દ્વારા સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ સ્થિત બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં નામના ધરાવતી કિડની ના રોગોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આજે તે સફળ કામગીરીના 21 વર્ષ પૂર્ણ કરી 22 માં વર્ષમાં પ્રવેશ કરે છે.
મુખ્ય દાતા ભગવાનજીભાઈ સવાણી અને દેશ-વિદેશના અનેક દાતાઓના સહકારથી બનેલ આ હોસ્પિટલ ઉત્તમ કક્ષાની સારવાર નજીવા દરે આપી સેકડો દર્દીઓના આશીર્વાદ મેળવી ચૂકી છે. અધ્યતન ઓપરેશન થિયેટર, 50 જેટલા ડાયાલીસીસ મશીનો, ઉત્તમ કક્ષાની લેબોરેટરી, લેઝર મશીનો, સીટી સ્કેન મશીન, યુરો ડાયનેમિક લેબોરેટરી, વગેરે તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તા યુક્ત સારવાર માટે નામના ધરાવે છે. આરોગ્ય સેવા માટેનો ઉચ્ચતમ માપદંડ ગઅઇઇં ધરાવતી ટ્રસ્ટની આ એકમાત્ર હોસ્પિટલ છે. આ હોસ્પિટલને મીડિયા હેલ્થ એન્ડ વેલનેસ સંસ્થા દ્વારા બેસ્ટ કિડની હોસ્પિટલ નું સન્માન પ્રાપ્ત થયેલ છે. વધુમાં સિક્સ સિગ્મા સ્ટાર હેલ્થકેર લિમિટેડ અને ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થકેર મેનેજમેન્ટ, દિલ્હી દ્વારા બેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ નું પણ સન્માન પ્રાપ્ત થયેલ છે.
હોસ્પિટલના હાલના ચેરમેન જયંતીભાઈ ફળદુ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશી અને સેક્રેટરી રમેશભાઈ પટેલ તથા ટીમની રાહબરફી હેઠળ આ હોસ્પિટલ માત્ર સારવારના બદલે રોગને કેમ અટકાવી શકાય તે માટે પણ કાર્યરત છે, જે અંતર્ગત ગામડામાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધા (આરઓ પ્લાન્ટ ઇન્સ્ટોલેશન), એનીમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ, કિડની પ્રિવેન્શન પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હેઠળ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. બી. ટી. સવાણી હોસ્પિટલમાં ઉગઇ બોર્ડ દ્વારા માન્ય ખ.જ./ખ.ઉ. પછીના યુરોલોજી અને નેફોલોજી કોર્સ ચલાવવામાં આવે છે જે ભારતભરમાં તેના ઉચ્ચ ધોરણ માટે પંકાયેલા છે. તદ ઉપરાંત ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી નર્સિંગ કોલેજ, ઉખકઝ કોર્સ, ડાયાલિસિસ અને ઓપરેશન થિયેટર ટેકનીસીયનના કોર્સ ચલાવી આ વિસ્તારના લોકોને પેરામેડિકલ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું એકમાત્ર કેન્દ્ર છે અને આજની તારીખ સુધીમાં 22 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરેલા છે અને નજીકના ભવિષ્યમાં વિશેષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા લીવર, ફેફસા અને અન્ય ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરી રહેલ છે.
બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા જુનાગઢ ખાતે હાટકેશ હોસ્પિટલમાં 2023 માં સેટેલાઈટ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે જ્યાં હાલ મહિનાના 400 જેટલા ડાયાલિસિસ કરવામાં આવે છે અને નજીકના ભવિષ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ આ રીતે સેટેલાઈટ ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવાનો આયોજન છે. બી. ટી. સવાણી કિડની હોસ્પિટલમાં આજ દિન સુધીમાં સાત લાખ થી વધુ ઓપીડી દર્દી, એક લાખથી વધુ દાખલ દર્દી, એક લાખથી વધુ સર્જરી, અને પાંચ લાખથી વધુ ડાયાલિસિસ જેવી સારવાર નજીવા કરવામાં આવ્યા છે.
હોસ્પિટલના સક્રિય ટ્રસ્ટી જેન્તીભાઈ ફળદુ, ડો. વિવેક જોશી, રમેશભાઈ પટેલ, નાનુભાઈ મકવાણા, શાંતિભાઈ ફળદુ અને અરૂણભાઇ પટેલની ટીમ આ હોસ્પિટલને તમામ ક્ષેત્રમાં આગળ વધારવા માટે પુરી જહેમતથી કામ કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.