બ્રેઈન ડેડ થયેલ દર્દીનું હૃદય વેન્ટીલેટર કે અન્ય આધાર સાથે 36 થી 72 કલાક ચાલુ રાખી શકાય
અબતક,રાજકોટ
રાજકોટના પ્રભાબેન રાઘવજીભાઈ ટીલારા (ઉ.6પ વર્ષ) ને બપોરે લગભગ બપોરે 4 વાગ્યે માથામાં દુખાવો અને ઉલ્ટી થઈ હતી અને રાત્રે 10 વાગ્યે અચાનક બેભાન થઈ ગયા.એમને તાત્તાલીક એન.એમ઼વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા.ત્યાં તપાસ કરતા માલુમ પડયુ કે તેઓના મગજમાં ખુબ જ મોટુ હેમરેજ થયેલ છે.આથી ન્યુરો આઈ.સી.યુ.માં સઘન સારવાર માટે દાખલ ર્ક્યા. સારવાર હેઠળ તાત્કાલીક ધોરણે ન્યુરો સર્જન ડો.વિરલ વસાણી અને ઈન્ટરવેન્શન રેડીયોલોજીસ્ટ ડો.વિકાસ જૈન સાહેબે ઓપરેશન અને બ્લીડીંગ કરતી લોહીની નળીનુ કોઈલીંગ કરી બ્લીડીંગ બંધ ર્ક્યુ.આ ઉપરાંત ડો.કાંત જોગાણી,ડો.ભુમિ દવે,ડો.મલય ઘોડાસરા તથા આઈ.સી.યુ. વિભાગના સ્ટાફ દ્રારા સતત સારવાર કરવામાં આવી પરંતુ આ સઘન સારવાર કરવા છતા તેઓના મગજમાં ખુબ જ સોજો આવી જવાથી દર્દીનુ બ્રેઈન ડેડ થઈ ગયું.
આ દુ:ખદ સમાચાર પ્રભાબેનના પતિશ્રી રાઘવજીભાઈ ટીલારા અને દિકરાશ્રી અશોકભાઈ ટીલારા તથા પરેશભાઈ ટીલારાને જણાવતી વખતે ડો.વિરલ વસાણી અને ડો.વિકાસ જૈન સાહેબે સગા સંબંધીઓને તથા તેમના દિકરીઓને પ્રભાબેનના અંગદાન કરવાની વાત સમજાવી અને બધા કુટુંબીજનોએ પ્રભાબેનના અંગદાન માટે પરવાનગી આપી.આ ઉપરાંત સારવારમાં અંગદાન માટે સતત જાગૃત નેફ્રોલોજીસ્ટ અને ટ્રન્સપ્લાન્ટ ફીઝીશ્યન ડો.દિવ્યેસ વિરોજાના નેતૃત્વ હેઠળ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.’
અંગદાન એટલે શુ ?
અંગદાન એ એવું ઉમદા કાર્ય છે કે જે અંગદાતાને તેના મૃત્યુ પછી ઘણાની જીંદગી બચાવવાની તક આપે છે.દાન કરવામાં આવેલ અંગો,એવા દર્દીઓ કે જેને જીવાડવા માટેના છેલ્લા પ્રયત્નો પણ નિષ્ફળ ગયેલ હોય તેવામાં શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.ઘણા દર્દીઓ જુદા જુદા અંગોના અંતિમ સ્તરના રોગથી પીડાતા હોય છે.તેવા દર્દીઓ માટે કોઈનુ અંગદાન એ જ માત્ર તેની જીંદગી બચાવવા માટે આશાનું કિરણ છે.કોઈપણ માણસ કોઈ પણ ઉમરે અંગદાન કરી શકે છે.
કોઈ માણસ કેવી રીતે અંગદાતા બની શકે ?
અંગદાતા કાર્ડમાં સહી કરવાથી અંગદાન કરી શકાય છે.આવા અંગદાતાએ ડોનર કાર્ડમાં સહી કરેલ હોય તો પણ તેણે આવા અંગદાનની ઈચ્છા તેના નજીકના સગાને જણાવી તેની મંજુરી જણાવી રાખવી પડે.કારણ કે મૃતકના શરીરમાંથી અંગો કાઢવાની મંજુરી તેના સગા પાસેથી લેવી જરૂરી છે.ડોનર કાર્ય જેમાં જેણે સહી કરેલ હોય તેવી વ્યક્તિની પાસે રાખવાનુ હોય છે.કેન્દ્રીય નર્વઝ સીસ્ટમનો અગત્યનો ભાગ બ્રેઈન સ્ટેમ જે રીપર ન થઈ શકે એટલી હદે ટેમેજ થયેલ હયો તેવી વ્યક્તિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવે છે. આવી વ્યક્તિના અંગોનુ દાન કરી શકાય છે.વોકહાર્ટ હોસ્પિટલના આ દર્દીના અંગદાનથી એક દર્દીને લિવર,બે દર્દીને કિડની,બે દર્દીઓને ચક્ષ્ાુદાનથી નવુ જીવન અને સ્કીન ડોનેશનથી દાઝેલાની સારવાર શક્ય બનશે.આ કપરા સમયમાં સગા સંબીધીઓને સાંત્વના આપવાનુ અને સમાજમાં જાગૃતિ થાય એ માટે મીડીયા વિભાગનુ કોર્ડીનેશન કરવાનુ ખુબ જ અગત્યનુ કાર્ય ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન,રાજકોટના સામાજીક કાર્યકર શ્રીમતી ભાવનાબેન મંડલીએ ર્ક્યુ હતુ.આ ફાઉન્ડેશનના મદદથી 10રમું અંગદાન થયુ. ધાર્મિક વૃતિના પ્રભાબેનના અંગદાનથી સમાજમાં જગૃતિ લાવવાનુ કાર્ય કરનાર સમગ્ર પિરવારને કોટી કોટી વંદન.