• આજરોજ દેશની 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી કરાઇ હતી. કયાક ભાજપ તો ક્યાક કોંગ્રેસે જીત મેળવી છે. આજરોજ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકનું પણ પરિણામ હતું. જેમાં શરૂઆતથી જ શિવસેનાનુંસૌથી ભારે પલડું જોવા મળ્યું હતું. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 51 હજાર મતોથી ભવ્ય વિજય થયો છે. જેના પગલે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને પ્રથમ વખત મહિલા સાંસદ મળશે. ઐતિહાસિક જીત પર કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કલાબેન ડેલકરે કહ્યું કે, જનતાએ સરમુખત્યારને હટાવવાનું મન બનાવી લીધું હતું, જીત બદલ જનતાનો આભાર માની તમામ વચનો પૂરા કરીશ તેમ જણાવ્યુ છે.
  • સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રથમ વખત મહિલા સાંસદ બનશે
    લોકસભા બેઠક પર શિવસેનાનો કબ્જો
    51 હજાર મતોથી કલાબેન ડેલકરનો ભવ્ય વિજય 

  • સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પરની પેટાચૂંટણીના પરિણામમાં સવારથી જ શિવસેના આગળ છે. જો કે પ્રાથમિક રાઉન્ડમાં શિવસેના-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. હાલ હવે મત ગણતરીના 2 જ રાઉન્ડ બાકી રહ્યા છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 47437 મતોથી આગળ છે. કલાબેન ડેલકર જીત તરફ આગળ વધતાં પાર્ટીના સભ્યો તેમજ પરિવારજનોએ રાજીપો વિકટ કર્યો છે. શુભેછા વર્ષા થઈ રહી છે.
    Screenshot 1 9
  • હવે માત્ર બે જ રાઉન્ડ બાકી
  • રાઉન્ડ 22શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 47437 મતોથી આગળ
    કલાબેન ડેલકર- 102149
    મહેશ ગામીત- 56874
  • રાઉન્ડ 20
    શિવસેના 42342 મતોથી આગળ
    કલાબેન ડેલકરને- 95978
    મહેશ ગામીત- 54636
  • રાઉન્ડ નંબર- 19
    શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 40652 મતોથી આગળ
    અત્યાર સુધીમાં કલાબેન ડેલકરને ફાળે 91130 મત
    મહેશ ગામીતને ફાળે 50478 મત
  • રાઉન્ડ 16ના અંતે
    શિવસેના 29837 મતથી આગળ

દેશની 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની આજે મતગણતરી છે. જેનું પ્રથમ પરિણામ સામે આવ્યું છે. જેમાં રાજસ્થાનની ધારિયાવાડ બેઠક પરથી કોંગ્રેસનો વિજય થયો છે. આજના ચૂંટણી પરિણામમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠકનો પણ સમાવેશ છે. દાનહ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-શિવસેના વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. સૌથી ભારે પલડું શિવસેનાનું જોવા મળી રહ્યું છે.

સેલવાસના કરાડ સ્થિત પોલિટેકનિક કોલેજમાં મતગણથરી ચાલી રહી છે. દાનહની આ બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરના ફાળે અત્યાર સુધીમાં 37724 જ્યારે ભાજપ ઉમેદવાર મહેશ ગામીતના ફાળે 27903 મત ગયા છે.

8e5b8d15 3d7a 4c79 8fb4 2dcae975b927

જણાવી દઈએ કે સાંસદ મોહન ડેલકરના નિધનથી આ લોકસભા બેઠક ખાલી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ડેલકરનાં પત્ની કલાવતી શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે. પરંતુ અત્યારસુધીમાં મતગણતરી પ્રમાણેનું ચિત્ર જોઇએ તો હાલ 1 વાગ્યા સુધીમાં દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણી પરિણામના 16માં રાઉન્ડના અંતે શિવસેના 29837 મતથી આગળ છે. અત્યાર સુધીની મતગણતરીમાં શિવસેના આગળ છે.

રાઉન્ડ નંબર – 10
શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 9821 મતોથી આગળ
કલાબેન ડેલકર અત્યાર સુધી – 37724
મહેશ ગામીત અત્યાર સુધી – 27903

રાઉન્ડ 10: શિવસેના 8563 મતથી આગળ
શિવસેના- 34162 + 3065
Bjp- 25599 + 2304
COG- 1488 + 187
અન્ય- 317 + 23
નોટા- 1183 + 109

રાઉન્ડ નંબર- 8
શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 7028 મતોથી આગળ
કલાબેન ડેલકર અત્યાર સુધી – 29939
મહેશ ગામીત અત્યાર સુધી – 22911

7મો રાઉન્ડ પૂરો: શિવસેના કુલ 5307 મતો સાથે આગળ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.