પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલું થઈ ગઈ છે. બપોર સુધીમાં ક્યાં કોની સરકાર બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મોટાભાગના એક્ઝિટ પોલ્સમાં ભારતીય જનતા પાર્ટી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. પંજાબ અને મણિપુરમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે. ગોવામાં ભાજપ બહુમતીથી થોડું દૂર રહેશે. જ્યારે ઉત્તરાખંડમાં ભાજપ સ્પષ્ટ બહુમત મેળવશે અને યુપીમાં ભાજપ નંબર વન પાર્ટી બનશે તેમ મોટાબાગના એક્ઝિટ પોલ્સ સૂચવે છે.
- યૂપીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 1991ની તુલનામાં ભાજપને યૂપીમાંવધારે સીટ મળી રહી છે.
- લેટેસ્ટ ટ્રેન્ડમાં ભાજપમે મળ્યો બહુમત, સપા અને બસપા પાછળ. વલણઃ BJP+205 | SP+50 | BSP+35 | અન્ય-12
- મુલાયમ યાદવના ભાઈ શિવપાલ યાદવ જસવંત નગરથી પાછળ ચાલી રહ્યા છે. BJP+166 | SP+47 | BSP+30 | અન્ય-08
યૂપીમાં 215 સીટના રૂઝાન આવી ગયા છે. આંકડા ચોંકાવનારા છે. BJP+138 | SP+44 | BSP+28 | અન્ય-07 - 403માંથી 66 સીટ પર રૂઝાન આવ્યા. BJP 41, SP-Cogress-18 અને SP-7
- પ્રથમ રૂઝાનમાં ભાજપ 25, સપા 18 અને બસપા 16 અને અન્ય 2 સીટ પર આગળ ચાલી રહી છે.
- પંજાબમાં કોંગ્રેસ 12 અને આપ 2 સીટ પર આગળ ચાલી રહી છે.
- પોસ્ટ બેલેટની ગણતરી શરૂ
- યૂપીમાં પ્રથમ રૂઝાન આવ્યું
- મઉથી મુખ્તાર અંસારી છે આગળ