- સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી આ પ્રકારની દરિયાઇ સૃષ્ટિની દાણચોરી થતી હોવાની શંકા
- ડભોઇ પાસે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટીમનું સંયુકત ઓપરેશન
વડોદરાથી આશરે 30 કિલોમીટર દુર ડભોઇ તાલુકાના કારનલી ગામમાં આવેલા કુબેર ભંડેરી મંદિર પાસે શંખ, ધાર્મિક પુસ્તકો વિગેરેના ઓઠા હેઠળ ચલાવાતી દુકાનમાંથી અલભ્ય દરિયાઇ જીવસૃષ્ટિ અને જીવતા 4 દરિયાઇ કાચબા મળી આવતા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ (એસ.ઓ.એસ. જી.એસ.પી.સી.એ.) ની ટીમે 4 શખ્સોને ઝડપી લઇ સઘન પુછપરછ હાથ ધરી છે.
વડોદરાથી આશરે 65 કિલોમીટર દુર કુબેર ભંડારી યાત્રાધામ છે, આ યાત્રાધામમા દર અમાસ, કાળી ચૌદશ જેવા તહેવારોમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો આવતા હોય છે.
આ યાત્રાધામમાં આવેલી દુકાનોમાંથી અલિપ્ત થતી દરિયાઇ જીવસૃષ્ટિના અશ્મિઓ મળી આવતા એક એવી ચર્ચા પણ જાગી છે કે યાત્રાધામ જેવી પવિત્ર જગ્યાએ આ જીવસૃષ્ટિ કે તેની અશ્મીઓ વેચવા પાછળ તાંત્રિક વિધી કરતા લોકો કયાંક ને કયાંક સંડોવાયા છે.
માણસ પોતાનો સ્વાર્થ સાધવા જીવસૃષ્ટિનો ભોગ લેતા હોય છે, અંધશ્રઘ્ધામાં જીવતા આવા લોકો જયારે તાંત્રિક વિધીના રવાડે ચડી જાય ત્યારે ઘુવડ, સાબરના શીંગડા, કાગડા જેવા પશુ પક્ષીનો બલિ ચઢાવતા હોવાના અગાઉ પણ કિસ્સા બહાર આવ્યા છે.
દરમિયાન કુબેર ભંડારીના પૂજારીના જણાવ્યા મુજબ આ પવિત્ર જગ્યામાં આવી કોઇ વિધી થાય નહીંફ. તેથી અમે સતર્ક રહીએ છીએ, છતાં કોઇ તત્વો આવી તાંત્રિક વિધી કરીને જીવસૃષ્ટિને નુકશાન કરી રહ્યા છે તે બહુ દુ:ખદ વાત છે.
કુબેર ભંડેરી આસ્થા અને શ્રઘ્ધાનું સ્થાન છે. અહીં બ્રાહ્મણો પવિત્ર મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું પણ આયોજન કરાય છે. બીજી તરફ વન વિભાગે 68 જેટલા કાળા પરવાળા, 1પ જેટલી ગરોળી, 31 જેટલા સાબરસિંહગ, બે જીવતા દરિયાઇ કાચબા 71 જેટલા દરિયાઇ સેલ (એક જાતનું પ્રાણી) અલગ અલગ 4 દુકાનમાંથી ઝડપી લીધાં છે.
વાઇલ્ડ લાઇફ રેપીડ રીસપોન્સ યુનિટનના પ્રોજેકટ કો. ઓર્ડીનેટરના જણાવ્યા પ્રમાણે આ અલિપ્ત થતી દરયિાઇ સૃષ્ટિની દાણચોરી થાય છે તેવી શંકાના આધારે પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.