યાસ વાવાઝોડાએ હવે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામા વિભાગનું કહેવું છે કે આગામી કેટલીક કલાકોમાં વાવાઝોડું વધુ ભયાનક તિવ્રતા ધારણ કરી શકે છે. ‘યાસ’ની અસર મંગળવારથી શરૂ થઈ ગઈ હતી. આને કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સરકારે જોખમી વિસ્તારોમાંથી 12 લાખથી વધુ લોકોને સલામત સ્થળો પર ખસેડ્યા છે.
લેટેસ્ટ અપડેટ માટે નીચે સ્ક્રોલ કરો….
બુધવારે વાવાઝોડું યાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયા બાદ ભારે તબાહી મચાવી રહ્યું છે. યાસ વાવાઝોડું અંદાજે 140 કિમી પ્રતિકલાકની ઝડપે ઓડિશામાં પ્રવેશ્યું હતું. ભારે પવનને કારણે મોટી જાનહાની થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે વાવાઝોડું ઓડિશાના ભદ્રક જિલ્લામાં ધામરાના ઉત્તર અને બહનાગા બ્લોકની નીચે બાલાસોરથી 50 કિમી દૂર દરિયાકાંઠે પહોંચ્યું. ડોપલર રડાર ડેટાના રિપોર્ટ પ્રમાણે હવાની ઝડપ 130 કિમી પ્રતિકલાક હતી. તો ઓડિશાના વિશેષ રાહત આયુક્ત પીકે જેનાએ કહ્યું કે વાવાઝોડાની અસર એક વાગ્યા સુધીમાં ઓછી થઇ જવાનો અનુમાન છે.
ઓડિશામાં ચક્રવાત યાસના લેન્ડફોલ પછી નૌકાઓ અને દુકાનોને નુકસાન પોહ્ચ્યું છે. પશ્ચિમ બંગાળ-ઓડિશા સરહદ નજીક ઉદેપુરમાં ભારે પવનએ પોલીસ ચેક પોસ્ટ ઉડાવી દીધી.
Boats and shops damaged after landfall of #CycloneYaas in Odisha. Check posts barricades blown away with the wind at Udaipur near the West Bengal-Odisha border. pic.twitter.com/lRQqHOMqSY
— ANI (@ANI) May 26, 2021
ઉત્તરઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત “YAAS”ના આગમન પછી ભારતીય કોસ્ટગાર્ડે તેના જહાજો અને હોવરક્રાફ્ટ તૈનાત કરી દીધી છે. કોલકાતામાં મુખ્ય મથક કોસ્ટ ગાર્ડ એરિયામાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, અને બંને રાજ્યોના કોસ્ટ ગાર્ડ કમાન્ડરો દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી
ઓડિશાના CM નવીન પટનાયકએ ‘યાસ’ અંગે રાજ્યમાં ફાયરકર્મીઓના કામ અંગે વાત કરતા અને વાવાઝોડાની હાલની સ્થિતિ વિશે માહિતી આપતા ટ્વિટ કર્યું છે.
To ensure early restoration in #CycloneYaas affected districts, @OdishaFS_HGs_CD personnel are carrying out restoration work in war footing in different parts of the state. #OdishaFightsYaas pic.twitter.com/8cof2ffPLe
— CMO Odisha (@CMO_Odisha) May 26, 2021
‘યાસ’ વાવાઝોના પગલે ઝારખંડમાં હાઈએલર્ટ લગાવામાં આવ્યું છે. ચક્રવાતના ભય વચ્ચે સ્થળાંતર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘ઝારખંડને ઉચ્ચ ચેતવણી પર રાખવામાં આવ્યો છે, બુધવારે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાનું ચાલુ રાખ્યું છે’.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી 3 કલાક દરમિયાન તીવ્ર ચક્રવાતનું તોફાન ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે, અને તે પછીના 3 કલાક દરમિયાન તોફાન તીવ્ર બની શકશે અને તેના પછીના 6 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં નબળું પડતું જોવા મળી શકે છે.
યાસ ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશોની સહાયતા કરવા માટે નેવીનું INS જહાજ ચિક્કામાં રાહત સામગ્રી લઇને ઓડિશાના ખોરદા જિલ્લામાં પહોંચ્યું. ચક્રવાત લેન્ડફોલ થવાની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી. ચક્રવાત ઓડિશાના ચાંદિપુર અને અબ્દુલ કલામ આઇલેન્ડ પર DRDOની મિસાઇલ લોન્ચિંગ સાઇટને નુકસાન પહોંચાડી શકે છે. અહીંયાથી લોન્ગ ડિસ્ટન્સ મિસાઇલોને લોન્ચ કરવામાં આવે છે.
#WATCH | Odisha: Water from the sea floods the residential areas in Dhamra of Bhadrak district.
The landfall process of #CycloneYaas is continuing. It will take around 3 hours to complete. It is 30 km south-southeast of Balasore at 9:30 am, as per IMD’s update. pic.twitter.com/j6JMo2f3sa
— ANI (@ANI) May 26, 2021
165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયાના મોજા 2 મીટરથી 4.5 મીટર સુધી ઊંચા ઉછળી શકે છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા અને હુગલી પણ 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કોલકાતામાં સેનાની 9 બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના 24 પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.
‘યાસ’ ચક્રવાત દરમિયાન હવાની ઝડપ 155થી 165 કિલોમીટર પ્રતિકલાક રહેવાની અને તે વધીને 185 કિમી પ્રતિકલાક સુધી પહોંચવાની સંભાવના છે. ઓડિશામાં ‘યાસ’ વાવાઝોડું ટકરાવવાનું શરૂ થઈ ગયું, ચાંદબલી, ભદ્રક વિસ્તારમાં ભારે પવન સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ. આ સાથે દરિયાઈ મોજા વિશાળકાય રૂપ ઘારણ કરી ઉછડી રહ્યા છે.
#WATCH पश्चिम बंगाल: पूर्व मेदिनीपुर ज़िले के दीघा में तेज़ हवाओं के साथ समुद्र में ऊंची लहरें उठ रही हैं। #CycloneYaas pic.twitter.com/S2zJnZj9hy
— ANI_HindiNews (@AHindinews) May 26, 2021
ઓડિશાના ભદ્રક અને બાલાસોરમાં સૌથી વધુ તબાહી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખરાબ વાતાવરણને કરાણે પૂર્વ રાજ્યના પાંચ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. તો રેલવે અને ઓડિશા-બંગાળની તમામ ટ્રેનો રદ્દ ખરી દેવામાં આવી છે.
ઓડિશાના ભદ્રક અને બાલાસોરમાં સૌથી વધુ તબાહી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખરાબ વાતાવરણને કરાણે પૂર્વ રાજ્યના પાંચ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. તો રેલવે અને ઓડિશા-બંગાળની તમામ ટ્રેનો રદ્દ ખરી દેવામાં આવી છે.
ઓડિશા સ્પેશિયલ રિલિફ કમિશનર પી.કે. જેનાનું કહેવું છે કે આજે વહેલી સવારે 9 વાગ્યાથી ભારે વરસાદ પડવાનું શરૂ થઇ ગયું છે. જે આગામી ત્રણથી ચાર કલાક સુધી ચાલુ રહેશે. તો વાવાઝોડું પણ સતત દરિયાકાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જે ઓડિશાના ધર્મા અને બાલાસોર વિસ્તારમાં ત્રાટકશે તેવી સંભાવના છે.