ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. ગુજરાત બેજટના કદમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. આ વખતે બજેટમાં અંદાજે 20 ટકાનો વધારો કરાયો છે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ બની રહ્યું છે.
સ્વાભાવિક છે કે, ભારતીય જનતા પાર્ટી પહેલાથી જ વિકાસના એજન્ડા પર ચાલી રહી છે અને ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે દેશમાં પ્રસ્થાપિત કર્યું છે. ગુજરાતમાં હજુ પણ વિકાસ કરવો વધારે જરૂરી છે તેમ સરકાર માની રહી છે. ત્યારે વિકાસ કરવાના એજન્ડા સાથે રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જેમાં રાજ્યના દેવામાં વધારો પણ થઈ શકે છે.
આત્મનિર્ભરની થીમ ઉપરનું બજેટ
જે રીતે કેન્દ્રીય બજેટમાં પણ આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે જ રીતે રાજ્ય સરકારે પણ આત્મનિર્ભર થીમ પર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મોંઘવારીનો માર પ્રજાને ના પડે તે માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે. વધુમાં ગુજરાત તમામ રાજ્યો માટે મોડેલ બને તેવા પણ ખાસ પ્રયાસો કરવામાં આવ્યા છે.
નાણામંત્રી કનું દેસાઈ બજેટ કરી રહ્યા છે રજુ
- વિકાસ યાત્રાના પાંચ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે
- દેશના GDPમાં ગુજરાતનો ૮.૩૬%નો ફાળો
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે ૫૫૮૦ કરોડની જોગવાઈ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર માટે ૫૬૫ કરોડની જોગવાઈ
5. શાળાઓમાં ૫૦૦૦૦ નવા વર્ગખંડો ઉમેરાશે, ૨૦૦૦૦ નવી કોમ્પ્યુટર લેબ ઉભી કરાશે6. દ્વારકા ખાતે નવું એરપોર્ટ બનાવશે, કેશોદ એરપોર્ટનું વિસ્તૃતિકરણ કરાશે7 મહેસુલ વિભાગ માટે ૫૧૪૦ કરોડની જોગવાઈ8. ગૃહવિભાગ માટે ૮૫૭૪ કરોડની જોગવાઈ
9. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૧૬૦૫ કરોડની જોગવાઈ
10 અન્ન પુરવઠા વિભાગ માટે ૨૧૬૫ કરોડની જોગવાઈ11. સરકારે મૂડી ખર્ચ વધારી ૭૨૫૦૯ કરોડની જોગવાઈ કરી
12 મહીસાગર, અરવલ્લી ડાંગમાં નવી મેડીકલ કોલેજ શરુ કરાશે
13 ઘોરણ-૯માં અભ્યાસ કરતી ૨ લાખ વિદ્યાર્થીનીઓને સાયકલ અપાશે
14. આંગળવાડીઓને વધુ આધુનિક બનાવવા ૨૬૮ કરોડ ખર્ચાશે
15. નવી SRP મહિલા બટાલિયન ઉભી કરાશે
16. અમદાવાદ બગોદરા હાઈવે પણ ૬ લેન બનશે
17. ૭ વર્ષ જુના હોય તેવા રસ્તાઓનું રીસર્ફેસિંગ કરાશે
18. RTE હેઠળના વિદ્યાર્થીઓને ધો.૮ પછી અભ્યાસ સહાય માટે રૂ ૫૦ કરોડની જોગવાઈ
19. RTE હેઠળના વિદ્યાર્થીઓને ધો.૮ પછી અભ્યાસ સહાય માટે રૂ ૨૦૦૦૦ની સહાય વાઉચર અપાશે
20. RTE હેઠળના વિદ્યાર્થીઓને ધો.૮ પછી અભ્યાસ સહાય માટે રૂ ૫૦ કરોડની જોગવાઈ
21. રાજ્યની સબ રજીસ્ટર અને સ્ટેમ્પ કચેરી અપગ્રેડ કરાશે
22. ઇન્ડેક્સ ૨ની સર્ફીફાઈડ નકલ ઓનલાઈન મળશે
23.રાજ્યની સબ રજીસ્ટર અને સ્ટેમ્પ કચેરી અપગ્રેડ કરાશે
24. ગાંધીનગર ગીફ્ટ સીટી નજીક રીવરફ્રન્ટ માટે ૧૫૦ કરોડની જોગવાઈ
25. સાયન્સ સીટીને ૨૫૦ કરોડના ખર્ચે વધુ આધુનિક બનાવશે
26. રાજ્યના ૮ સ્થળોએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર શરુ કરાશે, તમામ જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરાશે
27. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૬૧ લાખ ખેડૂતોને ૧૨૦૦૦ કરોડની સહાય કરાશે
28. રાજ્યમાં નવા ૧૫૦ સ્થાયી પશુ દવાખાના શરુ કરાશે
29. ટેક્સટાઈલ નીતિ હેઠળ કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ૧૫૮૦ કરોડની જોગવાઈ
30. ગીર વિસ્તારમાં વધુ બે લાયન સફારી પાર્કનો વિકાસ કરાશે
31. જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક નિર્માણ માટે ૧૦૦ કરોડની જોગવાઈ
32. ખેડૂતોને વીજ જોડાણ રાહત દરે આપવા ૮૨૭૮ કરોડની જોગવાઈ
33. જુના પુલના પુનઃનિર્માણ માટે ૫૫૦ કરોડની જોગવાઈ
34 ૧૦૦૦૦ વિદ્યાર્થીઓને ઈ-વ્હીકલ ખરીદવા માટે ૧૨ કરોડની જોગવાઈ
35. ૨૦૦૦ નવી ST બસો ફાળવવામાં આવશે
36. સચાણામાં શીપ બ્રેકીંગ પ્રવૃત્તિ પુનઃ શરુ કરવા ૨૪ કરોડની જોગવાઈ
37. ખેડૂતોને વીજ જોડાણ રાહત દરે આપવા ૮૨૭૮ કરોડની જોગવાઈ
38. સૈનિકશાળાઓ સમકક્ષ ૧૦ રક્ષા શક્તિ યુનિવર્સીટી સ્કુલ શરુ કરાશે
39. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ૯૦૫ કરોડની જોગવાઈ
40. જુના પુલના પુનઃનિર્માણ માટે ૫૫૦ કરોડની જોગવાઈ
41.૯૧૮.૮૭ કરોડની પુરાંત દર્શાવતુ બજેટ રજુ કરાયું
42. વીજળી શુલ્કમાં આગામી દિવસોમાં ફેરફાર કરાશે
43. બજેટમાં નવા કોઈ કરવેરા નહિ કરવેરાના દરમાં કોઈ ફેરફાર નહિ
ગયા વર્ષની બજેટ પોથીની થીમને ફરી બજેટમાં મળ્યું સ્થાન
ગયા વર્ષથી વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે કરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગુંથવામાં આવ્યું છે.