આજે 11 વાગ્યે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન વિકાસનો પટારો ખોલ્યો છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં સરકાર દ્વારા મોટી જાહેરાતો થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લોકસભામાં જીત હાંસલ કરી ફરી કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવા તનતોડ મહેનત કરી રહી છે.કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરી રહ્યાં છે.’

ઇન્કમટેક્ષના સ્લેબમાં મોટા ફેરફાર

12થી 15 લાખની આવક પર 20 ટકા ટેક્સ

15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ 

 

નવા બજેટથી શેર બજારમાં તેજી

સેન્સેક્સમાં ૧૦૯૪ પોઈન્ટનો વધારો

નિફ્ટીમાં ૨૭૬ પોઈન્ટનો વધારો 

ઇન્કમટેક્ષના સ્લેબમાં મોટા ફેરફાર

૦-૩ લાખની આવક પર ૦% ટેક્સ
૩-૬ લાખની આવક પર ૫% ટેક્સ
૬-૯ લાખની આવક પર ૧૦% ટેક્સ
૯-૧૨ લાખની આવક પર ૧૫% ટેક્સ 

MSME માટે ક્રેડીટ લોન ગેરંટી સ્કીમમાં ૯૦૦૦ કરોડની ફાળવણી

સીનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ૩૦ લાખ મૂકી શકાશે

વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૭.૨ લાખ કરોડની આવક અને ૪૫ લાખ કરોડની જાવકનું અનુમાન

ચાંદીના બાર્સ, ઘરેણા પર આયાત ડયુટી વધારાઈ, સિગારેટ મોંધી થશે

રમકડા, સાઈકલ, ઓટો મોબાઈલ પર કસ્ટમ ડયુટી ઘટાડી ૧૩ ટકા કરાઈ

મહિલા સન્માન બચત પત્ર શરુ કરાશે

નવી બચત યોજના મહિલા સેવિંગ સર્ટીફીકેટ ૨ વર્ષ માટે લવાશે

MSME માટે ક્રેડીટ લોન ગેરંટી સ્કીમમાં ૯૦૦૦ કરોડની ફાળવણી

સીનીયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં ૩૦ લાખ મૂકી શકાશે

વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૭.૨ લાખ કરોડની આવક અને ૪૫ લાખ કરોડની જાવકનું અનુમાન

મોબાઈલ, ટીવી, બાયોગેસ સાથે સંકળાયેલ વસ્તુઓ ,ઇલેક્ટ્રિક વિહિકલ સસ્તા થશે

> અમર ધરોહર યોજના આવનારા ૩ વર્ષમાં શરુ કરાશે

> વેહિકલ રિપ્લેસમેન્ટ યોજનાને વેગ અપાશે

> GIFT, IFSC હેઠળ ભારત અન્ય દેશોને ડેટા એમ્બેસી આપશે

> રાષ્ટ્રીય નાણાકીય સુચના રજીસ્ટ્રીની સ્થાપના કરાશે

> અમર ધરોહર યોજના આવનારા ૩ વર્ષમાં શરુ કરાશે, વેહિકલ રિપ્લેસમેન્ટ યોજનાને વેગ અપાશે

> 10,000 બાયોઈનપુટ રીસર્ચ સેન્ટર ઉભા કરાશે, મેન્ગ્રોવ પ્લાન્ટેશન માટે મિષ્ટી યોજના શરુ કરાશે

> 5G માટે ૧૦૦ નવી પ્રયોગશાળાઓ અને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ માટે ૩ નવા સેન્ટર શરુ કરાશે 

૨૦૩૦ સુધીમાં હાઈડ્રોજનનું ઉત્પાદન વધારી 5MMT કરાશે

ગ્રીન એનર્જી માટે રૂ ૩૫૦૦૦ કરોડનો મૂડી ખર્ચની જોગવાઈ 


વૈકલ્પિક ખાતરને પ્રોત્સાહન આપવા PM પ્રણામ યોજના શરુ કરાશે

બાયોગેસ પ્લાન્ટ માટે ગો-બર્ધન સ્કીમ શરુ કરાશે

૧૩.૭ લાખ કરોડનો કુલ મૂડીગત ખર્ચ કરાશે

કેપિટલ રોકાણ GDPના ૩.૩% રહેશે

અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે દર વર્ષે ૧૦ લાખ કરોડની ફાળવણી

એગ્રીકલ્ચર એક્સલેશન ફંડનું ગઠન થશે

EPFOમાં સભ્યોની સંખ્યા બમણી થઈને ૨૭ કરોડ પર પહોંચી

ડીજીલોકરનો વ્યાપ વધારાશે

૨૦૩૦ સુધીમાં હાઈડ્રોજનનું ઉત્પાદન વધારી ૫MMT કરાશે

ગ્રીન એનર્જી માટે રૂ ૩૫૦૦૦ કરોડનો મૂડી ખર્ચની જોગવાઈ

 

> KYC સિસ્ટમનું સરળીકરણ કરાશે

> પાન ડિજિટલ માટેનો ‘આધાર’ બની જશે

> દેશમાં નવા 50 એરપોર્ટ બનાવવામાં આવશે

> ICMR લેબ્સની શાખા દેશભરમાં ખોલાશે, ભારતીય મિલેટસ સંસ્થાનું ગઠન થશે

> રાજ્યોને મૂડી રોકાણમાં સહાયતા કરાશે, મૂડી ખર્ચ માટે રૂ 10 લાખ કરોડનું ફંડ 

> ૨૦૪૭ સુધી એનીમિયા ખત્મ કરવાનું લક્ષ્ય, ૫૩૦૦ કરોડ કર્ણાટકના અપ્પા ભદ્રા પ્રોજેક્ટ માટે ફાળવાયા

> આ બજેટમાં અમારી મુખ્ય ૭ પ્રાથમિકતાઓ જેના પર વિશેષ કાર્ય કરાશે 

> ફાર્મા ક્ષેત્રે રિસર્ચ માટે નવા પ્રોગ્રામની શરૂઆત કરાશે, સહકારી સમિતિ માટે રૂ. 2500 કરોડની જોગવાઈ 

> રેલવે માટે નવ વર્ષમાં નવ ગણો વધારો કરીને બજેટ રૂ. 2.40 લાખ કરોડ કરાયું

> આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધાટવા એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલને વધુ સુદ્રઢ બનાવાશે

૩૮૮૦૦ શિક્ષકોની ભરતી કરાશે 


> અનુસૂચિત જનજાતીના વિકાસ માટે 15 હજાર કરોડની જોગવાઈ

> પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બજેટ વધારીને 79 હજાર કરોડ કરાશે

> રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની શરૂઆત કરાશે, ક્ષેત્રીય ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ કરાવાશે

> ટુરીઝમ સેક્ટરનું મિશન મોડ આગળ વધારશે

> મફત અનાજ માટે ૨ લાખ કરોડથી વધારેનું બજેટ

> દેશના નાગરિકોની આવક વધીને ૧.૯૭ લાખ થઈ, ટકાઉ વિકાસ તરફ ભારત આગળ વધી રહ્યું છે

> ઉજ્જવલા યોજના હેઠળ ૯.૬ કરોડ ગેસ કનેક્શન અપાયા, ૧૧.૭ કરોડ પરિવારો માટે શૌચાલય બનાવાયા

> ભારતનો વિકાસ દર ૭%ની આસપાસ રહેશે, અમારું ફોકસ તમામ લોકોના વિકાસ પર છે 

જરૂરીયાતમંદ લોકો માટેનું આ બજેટ, ભારતનું અર્થતંત્ર ૧૦ થી ૫ માં નંબરે પહોચ્યું 

> આ અમૃતકાળનું પ્રથમ બજેટ, ૮૦ કરોડ લોકોને ૨૮ મહિના સુધી વિનામૂલ્યે અનાજ અપાયું

> ભારતની સિદ્ધિઓને વિશ્વ વખાણી રહ્યું છે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર 

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક શરુ 

પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક સંસદમાં શરુ કરવામાં આવી છે. કેબિનેટ બજેટ 2023ને મંજૂરી આપે તે બાદ, નાણામંત્રી સીતારમન સંસદમાં બજેટ રજૂ કરશે.

સંસદ ભવન પહોંચ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેબિનેટની બેઠકમાં ભાગ લેશે

nirmla

 પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સંસદ પહોંચ્યા. તે સવારે 11 વાગ્યે 2023-24નું બજેટ રજૂ કરશે.

 

> રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટને ઔપચારિક મંજૂરી આપી,

 

બજેટ પહેલા શેરબજારમાં તેજી

સેન્સેક્સમાં ૩૬૫ પોઈન્ટનો ઉછાળો

નિફ્ટીમાં ૯૯ પોઈન્ટનો ઉછાળો 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

Image

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય બજેટની રજૂઆત પહેલા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા

Image

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. આ પછી, નાણા પ્રધાન કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેશે અને પછી કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરશે.

મોદી સરકારના બજેટ પર સમગ્ર દેશ સહીત વિશ્વની નજર

સમગ્ર દેશની નજર મોદી સરકારના બીજા કાર્યકાળના સંભવત છેલ્લા પૂર્ણકદના બજેટ પર છે. કારણ કે આ વર્ષે જમ્મુ-કાશ્મીર સહિત દસ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. જ્યારે આવતા વર્ષે લોકસભાની પણ ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં લોકોને બજેટમાંથી રાહત મળવાની આશા છે. જ્યારે અર્થતંત્ર સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોને પણ બજેટ દ્વારા રાહતની આશા છે. નિષ્ણાતોનું કહેવું છે કે સામાન્ય બજેટ દ્વારા સરકાર ચૂંટણીવાળા રાજ્યો માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી શકે છે.

નિર્મલા સીતારમણ સવારે 10 વાગ્યે પીએમ મોદી સાથે કેબિનેટની બેઠક

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે તેમનું બજેટ ભાષણ શરૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત પાંચમી વખત બજેટ રજૂ કરશે. વૈશ્વિક મંદીના અવાજ વચ્ચે તમામની નજર મોદી સરકારના આ બજેટ પર ટકેલી છે. સરકાર આ બજેટમાં વૈશ્વિક પડકારોનો સામનો કરતી વખતે સામાન્ય લોકોને રાહત આપવા અને વિકાસ દર જાળવી રાખવાના પડકારનો સામનો કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.