તમારો નાનો ટેણિયો કે ટેણકી આખો દિવસ ને આખી રાત અંગૂઠો ચૂસ-ચૂસ કરતાં હોય તો તે શું ચિંતાજનક બાબત છે? શું તે અસુરક્ષિતતાની લાગણીની નિશાની છે? શું એનાથી દાંતને નુકસાન થાય છે? આ બધા પ્રશ્નોના જવાબોનો આધાર તમારા સંતાનની વય પર આધાર રાખે છે.

નિષ્ણાતો કહે છે કે છ મહિના કરતાં ઓછી વય ધરાવતું બાળક મોંમાં અંગૂઠો લેતું હોય તો એનો માત્ર એટલો જ અર્થ કાઢવો રહ્યો કે તેને ભૂખ લાગી છે અને એનું પેટ હજી પણ પૂરેપૂરું ભરાયું નથી. છ મહિનાથી મોટું બાળક કંટાળો દૂર કરવા માટે કે માત્ર મજા આવતી હોય તેટલા ખાતર મોંમાં અંગૂઠો નાખે છે.baby 2

મા-બાપ સંતાનોની આ ટેવ છોડાવવા માટે એને બીજી કોેઈ ચીજ મોંમાં મૂકવા માટે આપે છે, પણ સાવધાન! અંગૂઠો ચૂસતા બાળકની પાછળ માત્ર આ ટેવને કારણે આદું ખાઈને પાછળ ન પડી જાઓ. બાળક મોટું થાય અને વધુ એક્ટિવ થાય તેની સાથે આ ટેવ આપોઆપ છૂટી જાય છે. તો પછી અંગૂઠા ચૂસવાની આદતને કુટેવ તરીકે ક્યારે નિહાળવી?

બાળક પાંચ વર્ષનું થાય પછી કે તેના ’કાયમી’ દાંત આવવા શરુ થાય છે. જ્યારે દાંત ફૂટવાની પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન મોંમાં અંગૂઠો નાખ-નાખ કરવાને કારણે આગલા દાંત બહારની તરફ વધવા માંડે તે શક્ય છે.ટેણીયો

અંગૂઠો ચૂસવો એ બાળકને ભૂખ લાગવોનો સંકેત છે તેથી તે સમયે તેને ખોરાક આપવો જોઇએ. જેથી બાળકનું પોષણ યોગ્ય માત્રામાં થઇ શકે.

અંગૂઠો ચૂસવો એ એક ટેવ નથી મોટા ભાગના લોકો એવું માને છએ કે બાળક જ્યારે અગૂઠો ચૂસેે એ એક ટેવ છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.