ગુજરાતીમાં કહેવાય છે કે, શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલી ગુજરાત, વરખામાં વાગડ ભલો અને કછડો બારેમાસ, આ પંક્તિ પ્રમાણે ખરેખર કચ્છ ફળોમાં બારેમાસ આગળ ધપી રહ્યું છે. દરેક ઋતુના ફળોમાં કચ્છે પોતાનું આગવું સન બનાવ્યું છે. એક સમયે ગુજરાતનો ૨૫ ટકા હિસ્સો ધરાવતો જિલ્લો કચ્છ એ સુકો પ્રદેશ ગણવામાં આવતો હતો જયાં કોઈપણ જાતના પાક તા ન હતા. જો કે, કચ્છના ખેડૂતોએ આ સુકા પ્રદેશમાં પણ ખેતી કરીને મહત્વનું સન મેળવ્યું છે.
કચ્છના અલગ અલગ વિસ્તારોમાં કેસર કેરીનો મોલ આવી રહ્યો છે અને એક સમયે કેસર કેરીમાં પ્રમ સન ધરાવતા તાલાલાને પાછળ રાખીને કચ્છની કેસર કરીએ પ્રમ ક્રમાંક મેળવ્યો છે. સુકી ખેતી આધારીત કચ્છ જિલ્લામાં છેલ્લા દાયકામાં યેલી બાગાયત ખેતીએ કચ્છના કિસાનોમાં રીતસરની સામાજીક, ર્આકિ ક્રાંતિ સર્જી છે. ૧૯૯૫ના અરસામાં કચ્છમાં કપાસ, દિવેલા કે મગફળી જેવી ખેતી તી. ખેડૂતો માંડ-માંડ તેમના પાક લણી શકતા હતા. ત્યારે હવે એવી પરિસ્િિત બની છે કે, કચ્છમાં સુકા વાતાવરણ સામે લડીને ખેડૂતોએ બાગાયતી ખેતીમાં નવા વિક્રમો હાંસલ કર્યા છે. સૂકુ વાતાવરણ અને આકરી જમીનના સંજોગો વચ્ચે કેરી, ખારેક, દાડમ, ચીકુ, કેળા અને પપૈયાના સ્વાદ અને આવકમાં કચ્છ ઘણુ આગળ વધી ગયું છે.
કચ્છના વાતાવરણનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે ખેડૂતોએ ઘણી જાણકારી મેળવી છે અને તેનો ઉપયોગ કરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે. ડીપઈરીગેશન તી કચ્છના એક લાખ એકરમાં બાગાયતી ખેતીવાડી તી કચ્છની ખેતીવાડી આવકના મહત્વના ઉદ્યોગમાં ફેરવાય છે. કચ્છની કેસર કેરીએ મીઠાસમાં તાલાલાને ઘણુ પાછળ રાખી દીધું છે. જયારે માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ કચ્છની કેસર કેરી પ્રખ્યાત બની છે.
દુબઈના સુલતાનને પણ કચ્છની કેરી ગીફટ ‚પે આપવામાં આવે છે.બીજી તરફ એક સમયે તાઈવાની પપૈયા આવતા હતા. તેના બદલે હવે પપૈયા તાઈવાન નિકાસ ાય છે. બે દાયકામાં કચ્છમાં ફળ, શાકભાજી, ફૂલ અને મસાલાની ખેતીના ઉત્પાદનમાં ૫.૫૧ ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા આંકડાઓ મુજબ કચ્છની જમીનમાં ૮૫૦૫ મેટ્રીક ટન ફળ પાકયા છે. એ છેલ્લા દાયકા કરતા ૧૭૬.૫૨ ટકા વધુ છે.