શહેરનાં ૧૫૦ થી વધુ બાળકોએ દરેક ચોકમાં ઉભા રહી સાહિત્ય વિતરણ અને ફુલ દ્વારા શહેરીજનોને શુભેચ્છા પાઠવી
રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ચાલી રહી છે. જેને લઇને સમગ્ર જિલ્લાનાં નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.ત્યારે બહેરા મુંગા શાળા અને અંધ મહિલા વિકાસ ગૃહની મહિલાઓ અને બાળકો દ્વારા માહિતી ખાતા દ્વારા પ્રકાશિત જન ઉપયોગી અને જનકલ્યાણલક્ષીયોજનાઓના સાહિત્યનું રાજકોટ શહેરનાં દરેક ચોકમાં ઉભા રહી નગરજનોને વિતરણ કરાયું હતું. તેમજ પુષ્પગુચ્છથી દરેક શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રજાસત્તાક દિન ઉજવણી પર્વ નીમીતે યોજાનાર દેશભકિતના રંગારંગ કાર્યક્રમોમાં મુલાકાતે પહોચેલા વિરાણી બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકો તેમણે પણ રાષ્ટ્રીય ગીત પર પોતાની કૃીત રજુ કરી તેમની સાથે વી.ડી. પારેખ મનમહિલા વિકાસના બાળકો પણ સહભાગી બન્યા હતા. વિઘાર્થી કાંતિલાલની મુલાકાત લઇ દિવ્યાંગ બાળકો ખુબ આનંદીત થયા હતા. મ.ન.પા. દ્વારા આવા સારા કાર્યક્રમ કરવા બદલ વિરાણી શાળાના પ્રિન્સીપાલ કશ્યપભાઇ પંચોલીએ તેમનો ધન્યવાદ વ્યકત કર્યો હતો.
કશ્યપભાઇ પંચોલી વિરાણી બહેરા મુંગા શાળાના પ્રિન્સીપાલએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિન ઉજવણી પર્વને લઇ રેસકોર્ષ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં વિઘાર્થી કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું જેની મુલાકાત લેવા અમારી શાળાના બાળકો અહિ પહોચ્યા તેમણે પણ વંદેમાતરમ ગીત રજુ કર્યુ. અમારી અંધ બાળકોની શાળાના વિઘાર્થીઓએ આ ગીત ગાયુ અને અમારા મૂકબધીર બાળકો દ્વારા તેને રજુ કરવામાં આવ્યું આ ઉપરાંત અમે એવા પ્રયત્નો કરતા હોય છીએ કે સમાજના લોકો પણ અમારી સાથે જોડાય તે માટે શહેરના મુખ્ય માર્ગના જેટલા ચોકો છે ત્યાં જઇને અમારા બાળકો દ્વારા બનાવેલ પુષ્પગુચ્છ રાહદારી લોકોને આપી અમારી લાગણી વ્યકત કરવાના છીએ. અને અમારા બાળકો સાથે જોડાય એવી ભાવનાથી અમે આ કાર્ય કરવાના છે.
બીનાબેન મોદી વી.ડી. પારેખ મન મહીલા વિકાસના ટ્રસ્ટી એ અબતક સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે અમારા બાળકોને લઇને વિઘાર્થી કાર્નીવલમાં આવ્યા છીએ. ખુબ જ સુંદર આયોજન છે. લાઇટીંગ ડેકોરેટીગ થી રંગારગ આખુ રેસકોર્ષ બની ગયું છે.
અમારા બાળકોએ અહિં વંદેમાતરમ ગીત ગાયું હતું આવા કાર્યક્રમો વધુ થતાં રહે અને સમાજના લોકો પણ અમારા બાળકો સાથે જોડાય અને તેમની ભાવનાઓ સમજે તેવી મારી સમાજ પ્રત્યેય અપેક્ષાઓ છે અને રાજકોટ મનપા દ્વારા આવો સરસ કાર્યક્રમ થયો છે તે બદલ હું તેમને ધન્યવાદ કરું છું.