ગુજરાતના ગાંધીયુગના જાણીતા સાહિત્યકાર અને નવલકથાકાર રમણલાલ દેસાઈ
ગુજરાતના ગાંધીયુગના જાણીતા સાહિત્યકાર અને નવલકથાકાર રમણલાલ દેસાઈનો જન્મ 12 મે, 1892ના રોજ વડોદરા જિલ્લાના શિનોર ખાતે થયો હતો.
તેમનું પૂરું નામ રમણલાલ વસંતલાલ દેસાઈ છે.
તેમણે 32 નવલકથા સહિત 100 પુસ્તકો લખ્યા છે. તેઓ કલા ખાતર કલા નહિ પરંતુ જીવન ખાતર કલા સિંદ્ધાતમાં માનતા હતાં.
તેઓ દેશભકત નામનું સામાયિક ચલાવતા હતા. તેમણે લેખનકાર્યની શરૂઆતી સંયુકતા નાટક દ્વારા કરી હતી.
તેમણે વર્ષ 1932માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર એનાયત થયો હતો.
તેઓ મહારાજા સયાજીરાવના અંગત સચિવ જેવા ઉચ્ચ પદ પર રહ્યા હતાં.તેમણે વર્ષ 1952માં વિયેનામાં યોજાયેલ વિશ્વશાંતિ પરિષદમાં અખિલ ભારત શાંતિ પરિષદના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી.
તેમની નવલકથા ‘દિવ્યચક્ષ’ (1992) અને ‘ગ્રામલકમી’ની લોકચાહના એટલી હતી કે બાળકોના…
તેમની નવલકથા ‘દિવ્યચક્ષ’માં ઈ.સ.1930માં થયેલ મીઠા સત્યાગ્રહ દ્વારા દેશમાં પ્રસરેલ ગાંધીજીના આદર્શો, હિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ અને બ્રિટિશરોની જોહૂકમી વગેરેનું આલેખન કરવામાં આવ્યું છે.
તેમનું નિધન 20 સપ્ટેમ્બર, 1954ના રોજ વડોદરા ખાતે થયુ હતું.