- કણસાગરા કોલેજ ખાતે યોજાયેલા
દીકરાનું ઘર ઢોલરા પ્રેરિત- સાહિત્ય સેતુ રાષ્ટ્રીય સેવા સમિતિ આયોજિત કણસાગરા મહિલા કોલેજમાં કવયિત્રી સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રેમીઓ માટે દિવાળીના શુભ અવસર ને વધાવવા માટે કવયિત્રી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત વિદ્યાર્થીનીઓને સાહિત્ય ક્ષેત્રે રસ રુચિ જળવાઈ રહે તે માટે સૌરાષ્ટ્રના ખ્યાતનામ કવિત્રી દ્વારા કવિતા ગાન કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રેમીઓ માટે દિવાળીના શુભ અવસરને વધાવવા માટે કવિત્રી સંમેલન યોજવામાં આવ્યું હતું. કવિત્રી સંમેલનમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ પારુલબેન ખોખર, હર્ષિદાબેન ત્રિવેદી,વિદ્યાબેન ગજ્જર, જશુબેન બકરાણીયા, જ્યોતિબેન રાજ્યગુરુ, વનીતાબેન રાઠોડ, હેમલબેન દવે સહિતના કવયિત્રીઓએ કવિતા થકી વિદ્યાર્થીઓમાં નવા વિચારો નવી ઊર્જા નું સિંચન કર્યું હતું. કવયિત્રી સંમેલનમાં મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.
વિદ્યાર્થીનીઓમાં નવી ઉર્જા સ્થાપિત કરવા અમે તત્પર: ડો.યશવંત ગોસ્વામી
‘અબતક’ સાથેની વાતચીતમાં એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર ડો.યશવંત ગોસ્વામીએ જણાવ્યું હતું કે દિવાળીના અવસરને વધાવવા માટે તથા વિદ્યાર્થીનીઓને કંઈક નવું જાણવા મળે તે માટે કવયિત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.સૌરાષ્ટ્રના જાણીતા કવયિત્રી થકી વિદ્યાર્થીનીઓને કવિતાના માધ્યમથી નવા વિચારો ,નવી ઊર્જા સ્થાપિત કરવા માટે કવયિત્રી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
કવિતાના ગાન થકી વિદ્યાર્થીનીઓમાં અલગ ઉત્સાહ જાગ્યો: પારૂલબેન ખખ્ખ
અબતક સાથેની વાતચીતમાં કવયિત્રી પારુલબેન ખખ્ખર એ જણાવ્યું હતું કે હતું કે કણસાગરા કોલેજમાં આયોજિત કવિ સંમેલનમાં કવયિત્રી બહેનો દ્વારા કવિતાઓની રમઝટ બોલાવવામાં આવી હતી વિદ્યાર્થીનીઓના ચહેરા ની ચમક જોઈને એવું લાગ્યું કે જે કવિતા માણી શકે છે તે લખી પણ શકે છે,અનુપમભાઈ દોશી તથા કણસાગરા કોલેજ નું ખુબ સુંદર આયોજન હતું
- દિવાળીના શુભ અવસરને વધાવવા તથા વિદ્યાર્થીનીઓને સાહિત્ય ક્ષેત્રે રૂચિ કેળવવા યોજાયું ‘કવયિત્રી સંમેલન’
- સૌરાષ્ટ્રને સાહિત્ય ક્ષેત્રે આગળ ધપાવવા અમે કાર્યશીલ: અનુપમભાઇ દોશી
અબ તક સાથેની વાતચીતમાં અનુપમ દોષી એ જણાવ્યું હતું કે કણસાગરા મહિલા કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના આયોજિત કવયિત્રી સંમેલનમાં દિવાળીના અવસરને વધાવવા માટે તથા ભાવિ યુવા પેઢીને સાહિત્યમાં રુચિ કેળવવા માટે કવયિત્રી સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સાહિત્ય ક્ષેત્રથી વિદ્યાર્થીનીઓને અવગત કરાવવા માટે કવયિત્રી બહેનોએ શું મધુર અવાજ સાથે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત આગામી સમયમાં કવિ સંમેલનો ,ગઝલ કવિતા શિબિર નું આયોજન કરવામાં આવશે.