વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે ‘અબતક ચાય પે ચર્ચા’
ધો.૧માં ૧૦૦ ટકા નામાંકનનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તમામનો સહયોગ જરૂરી: ડો.હેમાંગી તેરૈયા (લેકચરર-ડાયેટ રાજકોટ)
સાક્ષરતા અભિયાન સાથે પ્રૌઢ શિક્ષણ-નિરંતર કેન્દ્રો અને છાત્રોના વાલીઓને સાક્ષર કરવા જરૂરી: વી.ઓ.કાચા (પ્રાચાર્ય-ડાયેટ રાજકોટ)
વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે અબતક ચેનલમાં નિષ્ણાંત તજજ્ઞો વી.ઓ.કાચા પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલિમ ભવન અને ડો.હેમાંગી તરૈયા લેકચરર ડાયેટ રાજકોટ સાથે અબતક ચાય પે ચર્ચા યોજવામાં આવી હતી. જેમાં વાંચન, લેખન, ગણન સંબંધે અક્ષરજ્ઞાન નાગરીકોમાં કેમ મેળવે તે સંદર્ભે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી.
પ્રશ્ન:- સાક્ષરતા સંબંધિત કાર્ય થતા હોય તેમાં દેશના વિકાસનું મહત્વનું કેટલું?
જવાબ:- દેશના વિકાસ માટે સાક્ષરતા ખુબ જ જરૂરી છે. કારણકે શિક્ષણ વિકાસના પાયામાં નિયુકત કરેલ છે. શિક્ષિત હોય તો તે સમગ્ર રાષ્ટ્રમાં એક સુત્ર બાંધે છે. સાક્ષર વ્યકિત હોય તો રાષ્ટ્રનો વિકાસ તેના પાયામાં હોય છે. દેશના વિકાસ માટે સાક્ષરતા હોવું તે ખુબ મહત્વનું છે.
પ્રશ્ન:- આજે પણ આપણા દેશમાં સાડીની જગ્યાએ અંગુઠો લગાવે તેવા નિરક્ષર માણસો છે શું કહે શો તેના વિશે?
જવાબ:- સરકારના પ્રયત્નોને કારણે નાનપણથી જ લોકોને શિક્ષણ મળવા લાગ્યું છે. નિરક્ષરતાનું પ્રમાણ મોટી ઉંમરના પ્રૌઢો માટે છે તેવા લોકોને પોતાનું નામ લખતા પણ નથી આવડતું તેના માટે સરકારે પ્રૌઢ શિક્ષણ યોજના મુકવામાં આવી હતી અને નાના બાળકોને કહેવામાં આવતું કે તેમના માતા-પિતાને તેમનું નામ લખતા શિખવાડે આવા પ્રયત્નોથી હવે સાક્ષરતાનું દર ઉંચુ લાવી શકયા છીએ.
પ્રશ્ન:- વિદ્યાર્થીઓ અમુક ધોરણ પછી શાળા છોડી દેતા હોય છે. ગરીબી અને લાચારીને કારણે અને નિશાળે ન જાય તો મા-બાપને થોડી આવક મળે આવી સમસ્યા રહેલ છે જેથી નિરક્ષરતા નાબુદ કરવામાં મુશ્કેલી અનુભવાય છે તે વિશે શું કહેશો?
જવાબ:- અત્યારે રાજય સરકાર શાળાઓમાં નામાંકન કરે છે જેથી બાળક શાળા છોડી જતો ન રહે ઘણીવાર વાલીઓને લીધે બાળક શાળા છોડીને જતો રહે છે. વિદ્યાર્થી ભણતર અધુરુ મુકે તો તેને પુરતુ જ્ઞાન મળતું નથી જેના લીધે ઘણી મુશ્કેલી ઉભી થાય છે. ભારતનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાય છે જો રાષ્ટ્રનું સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો શિક્ષણ પુરતુ આપવુ જરૂરી છે.
પ્રશ્ન:- જુન માસમાં શૈક્ષણિક દર હોય ત્યારે નામાંકન કરતા હોય તે દરમિયાન શાળા દ્વારા કેવા પગલા લેવામાં આવે છે જેથી બાળકો શાળાએ વધુ આવી શકે?
જવાબ:- નામાંકન માટે સરકારના પ્રયત્નો ખુબ સરસ ચાલી રહ્યા છે જેમાં બાળકોને તૈયાર કરે છે, ઘરેથી લેવા જાય છે બાળકોને ગીફટ આપે છે. શિક્ષકો પણ એક મહિના પહેલા પ્રયત્નો કરે છે. ઘરે ઘરે જઈને બાળક શાળાએ આવ્યા વગર ન રહે તે માટે વાલીને સમજાવે છે.
પ્રશ્ન:- વૈશ્વિક દેશોની દ્રષ્ટિએ આપણા ભારતની જીડીપીની દ્રષ્ટિએ સાક્ષરતા વિશે શું કહેશો?
જવાબ:- સાક્ષરતા નિવારણ કરવા માટે રાષ્ટ્રકક્ષા અને રાજયકક્ષાના કેન્દ્રો ચાલે છે. સંસ્થાઓનો સહકાર લઈ અને અત્યાર સુધી તમામ કાર્યો કર્યા છે. હાલ જીડીપીની વાત કરીએ તો ઘણો બધો વિકાસ કર્યો છે. ૨૦૧૮-૧૯ની વાત કરવામાં આવે તો સાક્ષરતાનો દર ૭૪.૪ ટકા છે અને જીડીપી ૧.૧૦ ટકા છે જેથી કહી શકાય કે આપણે ઘણા બધા કાર્યોથી આપણા દેશમાં ભણતર આગળ વધાર્યું છે અને હજુ પણ એવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ઘણા લોકો સુધી આ વસ્તુ નથી પહોંચી તે પહોંચાડવી પડશે.
પ્રશ્ન:- બાળકોને રમત ગમતમાં લાવી કે કોઈ પ્રવૃતિથી સાંકળી અને શાળાએ આવવું ગમે તેવી સ્પોર્ટસ એકટીવીટી થઈ શકે?
જવાબ:- જેવી રીતે ગણિતના કલાસમાં અલગ અલગ કલરના કાર્ડ આપીને પ્રવૃતિ થતી હોય છે તેવી જ રીતે ૧૦ બાળકોને ઉંચાઈ પ્રમાણે ઉભા રાખો જેવી પ્રવૃતિ કરીને રમત ગમત કરતા કરતા ગણિત શીખવાડી શકો છો.
પ્રશ્ન:- સાક્ષરતાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે નિરક્ષરો હોવાને કારણે ભારત દેશ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે શું કહે શો?
જવાબ:- નિરક્ષર હોવાને લીધે નાણાકિય બાબત, કોઈ ફોર્મ ભરવું હોય ત્યારે વ્યવહારમાં, મોબાઈલનો ઉપયોગ વગેરેમાં વ્યકિતને પોતે જ મુશ્કેલી પડે છે તેને બીજાનો સહારો લેવો પડે છે. આવી મુશ્કેલીથી વ્યકિત સમાજ બને છે અને આખરે રાષ્ટ્રની મુશ્કેલી બને છે. નિરક્ષર વ્યકિતને બધુ સમજવામાં મુશ્કેલી આવે છે.
પ્રશ્ન:- વિશ્વ સાક્ષરતા દિવસ નિમિતે શાળા અને કોલેજો કઈ રીતની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે?
જવાબ:- કોરોના મહામારીને લીધે આ વખતે બધા કાર્યો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે બાકી વિદ્યાર્થીઓ સાક્ષરતાના સુત્રો તૈયાર કરે છે. ગામડાઓમાં સાક્ષરતા શું છે અને તેનાથી થતી મુશ્કેલીઓની રેલી કાઢવામાં આવે છે અથવા નાટક કે અન્ય પ્રવૃતિ દ્વારા લોકોને સમજાવે છે કે સાક્ષરતા કેટલી જરૂરી હોય અને નિરક્ષર હોય તો કેટલી મુશ્કેલી પડે છે.
પ્રશ્ન:- વિવિધ તાલીમોમાં શાળાકિય વર્ગે સાક્ષરતા માટે શિક્ષકો કેવી કામગીરી કરતા હોય છે?
જવાબ:- પ્રાથમિક શાળાથી માધ્યમિક શાળામાં શિક્ષકો પોતાના ગામમાં પરીપત્રને કાયદાની રીતે કે વિભાગના કહેવાથી તે કામ કરે છે. પહેલા નિયંત્રણ કેન્દ્રો ચાલતા તેમાં શાળાના સમય પછી શિક્ષકો પોતાના ગામમાં સર્વે કરે છે પછી તેને શીખવાડવા માટે યોજના તૈયાર કરે છે જે યુવાનો શિક્ષિત હોય તેની મદદ લઈને તેના માતા-પિતાને લખતા વાંચતા શીખવાડવાના પ્રયત્નો કરે છે. શિક્ષકો શિક્ષિત વિદ્યાર્થી, સંગઠન, સામાજીક, કાર્યકર અને બીજા ટીચરો સાથે લઈને સાક્ષરતાનું કામ કરે છે.
પ્રશ્ન:- પીટીસીના તાલીમ અંતર્ગત ૨ વર્ષ સુધી બાળાઓ તાલીમ લે છે ત્યારે કેવી રીતે સાક્ષરતાનું વિશેષ જ્ઞાન આપો છે જેથી શાળાકીય લેવલે કામ આવે
જવાબ:- અત્યારે જે વિદ્યાર્થીનીઓ છે જે પીટીસી નામથી જાણીતા હતા તેમાં આઠ વિષય આવે છે જેમાં મોટાભાગના વિષયોમાં સાક્ષરતા દર કઈ રીતે ઓછો થાય તે આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે કે તેના ગામમાં કોઈ નિરક્ષર હોય તો તેના માટે શું પ્રયત્ન કરવા, કઈ પ્રવૃતિ કરાવવી, શાળા છુટયા બાદ સમય આપવો જેથી કોઈ નિરક્ષર ન રહે.
પ્રશ્ન:- કેવા પ્રકારના પ્રોત્સાહન આપવાથી વાલીઓ બાળકને ભણવા મોકલે?
જવાબ:- શાળાએ બાળક આવે પછી તેને રાખવો એ મુખ્ય ધ્યેય છે. અત્યારે શિક્ષકો પ્રયત્ન કરે છે. બાળકના વાલીઓના આર્થિક પ્રશ્ર્ન અને કામકાજને કારણે શાળાએ મોકલતા નથી જેથી બાળકોને શાળાએ આવવું ગમે તેવા કાર્યક્રમો શિક્ષકો દ્વારા કરવામાં આવે છે છતાં પણ આવું થાય ત્યારે તેના વાલીઓને મળીને સમજાવવું જોઈએ કે તમે જે રીતની જીંદગી વિતાવી છે તેવી પરિસ્થિતિમાં બાળક ન જીવે અને પોતાની જીંદગી સારી રીતે વિતાવી શકે.
પ્રશ્ન:- આજના યુવાનોને અબતક ચેનલના માધ્યમથી શું સંદેશો આપશો?
જવાબ:- હું આજના યુવા વર્ગને એટલું જ કહેવા માંગુ છું કે ભણશે તો આગળ વધશે ગુજરાત. આપણા આસપાસમાં કોઈપણ વ્યકિત નિરીક્ષર દેખાય તો તેને અક્ષર જ્ઞાન આપવું જોઈએ જો તમે જ્ઞાન ન આપી શકો તો તેને કઈ જગ્યાએ જ્ઞાન મળે તે કહી શકો તો પણ ઘણુ બધુ સારું કામ કહેવાશે.