કેનેડિયન પેન્શન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર બ્રિટિશ કોલંબિયા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન અને અબુ ધાબીની સોવરેન ઈન્વેસ્ટર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની , ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટ માં નવા એન્કર ઈન્વેસ્ટર્સ બન્યા છે.
InvITના ઈન્વેસ્ટમેન્ટ મેનેજર ક્યુબ હાઇવેઝ ફંડ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડે તેના ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ પ્રાઈવેટલી પ્લેસ્ડ ઓર્ડિનરી યુનિટ્સને રૂ. 52,258.27 મિલિયન (C. US630 મિલિયન)માં લિસ્ટિંગ કરવાની જાહેરાત કરી છે. InvIT પાસે 18 ટોલ અને એન્યુઈટી રોડ એસેટ્સનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો છે જેની કુલ લંબાઈ 1,423.60 કિલોમીટર છે. BCI, Mubadala અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ઓર્ડિનરી યુનિટ્સમાં સબ્સ્ક્રાઇબ કર્યું છે.InvIT દ્વારા રાખવામાં આવેલી એસેટ્સના પ્રથમ તબક્કામાં 17 NHAI ટોલ રોડ એસેટ્સ અને એક NHAI એન્યુઈટી રોડ એસેટ હશે. આ રોડ એસેટ્સ આંધ્ર પ્રદેશ, બિહાર, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, રાજસ્થાન, તમિળનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 11 રાજ્યોમાં સ્થિત છે. આ ઉપરાંત, ફર્સ્ટ ઓફરના અધિકારને અનુસરીને, CHT પાસે હાલ કાર્યરત સાત હાઇવે એસેટ્સ એક્સેસ કરવાની પણ તક હશે.
ક્યુબ હાઇવેઝ ફંડ્સ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડના સ્વતંત્ર ડિરેક્ટર શ્રી યુ કે સિન્હા (InvIT માટે ઈન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કાર્યરત)એ જણાવ્યું હતું કે, આ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને ખાસ કરીને InvITના વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ છે. આવા અગ્રણી ઈન્વેસ્ટર્સ દ્વારા ક્યુબ પરનો વિશ્વાસ તેની ક્ષમતા અને કર્મચારીઓની પુષ્ટિ કરે છે. સૌના માટે મૂલ્ય અને સંપત્તિ સર્જન ચાલુ રાખવા માટે બોર્ડ અને ક્યુબની ટીમ તમામ હિસ્સેદારો સાથે કામ કરવા માટે ઉત્સુક છે. હું વધુ સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્ય તરફ ક્યુબની સફરમાં ભાગ લેવા માટે રોમાંચિત છું.
InvIT એ રૂ. 100 બિલિયન (C. USD 1.2 બિલિયન) ની રકમ માટે ભારતીય સ્ટેટ બેંક સાથે ફેસિલિટી અગ્રીમેન્ટ કર્યો છે જેનો ઉપયોગ પ્રારંભિક પોર્ટફોલિયોમાં હાલના દેવાના પુન:ધિરાણ માટે કરવામાં આવશે.ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ, ઈકરા લિમિટેડ અને ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ સહિત ત્રણ રેટિંગ એજન્સીઓ તરફથી તેની લોન ફેસિલિટીઝ માટે InvIT ને Provisional Ind AAA/Stable રેટિંગ આપવામાં આવ્યું છે. પોર્ટફોલિયોના ટ્રેક રેકોર્ડ અને ભૌગોલિક વૈવિધ્યકરણ, કેશ પુલિંગ સ્ટ્રક્ચર, મજબૂત ઋણ સુરક્ષા પગલાં અને અનુભવી મેનેજમેન્ટ ટીમના લીધે સારું રેટિંગ્સ પ્રાપ્ત થયું છે.
BCI ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ રિસોર્સિસના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર જમાન વેલજીએ જણાવ્યું હતું કે, BCIનું ક્યુબ હાઇવેઝમાં રોકાણ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સાથે સુસંગત છે જે તેઓ જેમને સર્વિસ પૂરી પાડે છે તેવા સમુદાયોની જરૂરી આવશ્યકતાઓને પૂરી કરે છે. વધુમાં, આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર તેમજ ભારતમાં અમારા એક્સપોઝરને વધારે છે અને વૈવિધ્યસભર બનાવે છે, જે BCIને દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે. અમે અમારા જાહેર ક્ષેત્રના ક્લાયન્ટ્સ માટે લાંબા ગાળે મૂલ્યનું નિર્માણ કરવા ક્યુબ હાઈવે સાથે કામ કરવા આતુર છીએ.
Mubadala ના સઈદ અરાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – હેડ ટ્રેડિશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરએ જણાવ્યું હતું કે, ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે મજબૂત અને યોગ્ય રીતે નિયંત્રિત બજાર સાથે માર્ગ નિર્માણ ક્ષેત્રે સૌથી નોંધપાત્ર વૈશ્વિક વૃદ્ધિની તક છે. માર્ગ નિર્માણ યોજનાઓ માટે 100 અબજ ડોલરથી વધુની ફાળવણી અને સંભવિત 20 અબજ ડોલરથી વધુની એડ્રેસેબલ એક્વિઝિશન પાઈપલાઈન સાથે, ક્યુબ હાઈવેઝ એ Mubadala માટે રસ્તાઓમાં રોકાણ કરવા અને બજારની આ તકનો લાભ ઉઠાવવા માટેનું સૌથી સારી સ્થિતિમાં રહેલું પ્લેટફોર્મ છે. એક જવાબદાર રોકાણકાર તરીકે, અમને ક્યુબ હાઇવેઝ સાથે કામ કરવા અને દેશને સામાજિક-આર્થિક લાભો પહોંચાડવા માટે ભારતની રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વાકાંક્ષાઓને સમર્થન આપવા બદલ ગર્વ છે.”