- ગોંડલ રામકથાના તૃતિય દિવસે શ્રોતાઓનું કિડિયારૂ ઉભરાયું
- ગોંડલ ના આંગણે દાસીજીવણ પાર્ટી પ્લોટ માં મહાત્મા લોહલંગરીબાપુના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના તૃતિય દિવસે પુ. મોરારી બાપુ એ રામકથા શિવકથા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ઉનાળાના સખ્ત તાપમાં 44 ડીગ્રી વચ્ચે વતાનુકુલીન ઠંડક સાથે હૈયાને રામ સ્મરણ કરાવી રહેલ મોરારી બાપુની કથામાં શ્રોતાઓ દિન પ્રતિદિન સંખ્યાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે કથાના ત્રીજા દિવસે શ્રોતાઓ ની વિશાળ હાજરી જોઈ બાપુ એ કહ્યું કિડિયારૂ ઉભરાણુ છે.મારૂ કામ કિડિયારૂ પુરવાનું છે.
માણસે પાંચ યજ્ઞ કરવા જોઈએ જેમાં જ્ઞાનયજ્ઞ વિશે બાપુ એ વિસ્તૃત ચર્ચા કરી હતી જેમાં જ્ઞાનયજ્ઞ એટલે જે વિષયમાં હો તે વિષય ગાવું વડાડવું બોલવું અથવા રામાયણ ગીતાના પાઠ કરવા ,રામાયણ ગીતાને ઓવરટેક કરાઈ તેવું નથી સંગીત નૃત્ય ના રિયાજ કરવા જોઈએ.
બીજું વિચારયજ્ઞ, વિચાર ની પ્રધાનતા હોવી જોઈએ ત્રીજું મહત્વનું મૌનયજ્ઞ. ઓછું બોલવું શાંત રહેવું સવારે ઉઠીને ખોટા વિચાર ના કરવા પ્રાત:કાળે આખો સંકલ્પ આખો દિવસ ની સાધના છે.સંધ્યા એ સુતા પહેલા સંકલ્પ સાધના નું કૃષ્ણાપર્ણ કરવું ત્યારબાદ સમર્પણ.
આ તકે બાપુ એ રામકથામાં સ્વાધ્યાય યજ્ઞ, વિચાર યજ્ઞ ,મૌન યજ્ઞ ,પ્રેમ યજ્ઞ ના મર્મ ને મુલવ્યા હતાં ,જેમને શાસ્ત્ર ની ખબર નથી એમને શાસ્ત્ર ના સિદ્ધાંત ની ખબર નથી.કથા માત્ર શ્રવણ કરવાથી જીવન ના દુ:ખ ને ત્રાસ મટી જશે શ્રવણ નો મહિમા છે.પ્રેમ યજ્ઞ કરજો, નફરત દ્વેષ યજ્ઞ નહીં. સાથો સાથ મોરારીબાપુ એ સાધુ ની વ્યાખ્યા વિશે સુંદર માહિતી આપી હતી જેમાં સાધુ સ્વદર્શી હોવો જોઈએ ચમત્કારી નહીં. સાધુ ચાલતા સરલ સદગ્રંથ છે.સ્વદર્શન માની નિજદર્શન વાસ્તવ દર્શનીય આત્મનિવેદન ની પેલી ભક્તિ કરતો હોય તેવું સ્વદર્શન વાસ્તવ દર્શન. દોરા ધાગા ધતિંગ ખોટા ચમત્કાર અંધ વિશ્વાસ જેવા પ્રદર્શિય ન હોવો જોઈએ. જો કે ગોંડલ પાસે ભાદર ડેમ નજીક દેવળા ની કથા યાદ કરતા બાપુએ ઉમેર્યું હતું કે બલી ચડાવતા લોકો પણ રામાયણ ના પાઠ કરતા થયા છે.ઉજળા પરિણામ મળ્યા છે.હું તો ચણ નાખવા અને કિડિયારું પુરવા આવ્યો છું ,વેદના મનમાં હોય પરંતુ સંવેદના હૃદયમાં હોય છે.સાધુ સાક્ષાત્કાર કરે ચમત્કાર ન કરે,સાધુ ક્રાંતદ્રષ્ટિ,સ્વદ્રષ્ટિ, આર્ષદ્રષ્ટિ અને નિજદ્રષ્ટિ અને પ્રત્યક્ષ દ્રષ્ટિય હોવો જોઈએ. જેમનામાં ઈર્ષ્યા ના દાગ ના હોઈ તેવા સાધુને સ્મરણવા જોઈએ. આ તકે ગોંડલ નાં સંત નાથાભાઇ જોશી ને યાદ કર્યા હતાં તેમજ જય વસાવડા ચેતન જેઠવા તેમજ નિરંજનભાઈ રાજ્યગુરૂ સહિત મહાનુભાવો ને વ્યાસપીઠ પર થી બાપુએ નવાજ્યા હતાં.બાપુ કથા અંતર્ગત જણાવ્યું હતું કે અક્ષરબ્રહ્મ ,શબ્દબ્રહ્મ ,વાક્ય પણ બ્રહ્મ એથી ઊંચું પરમબ્રહ્મ છે.આ બધું બ્રહ્મ છે બાકી બધાં રાહડા છે.ધ્યાન નું મૂળ આપણા ગુરૂ છે.ગુરૂમુખી નાદ અલગ હોય છે.સદ એટલે સંસ્કૃત માં બેસવું થાય તેમાંથી બે શબ્દો મળ્યા ઉપનિષદ અને પરિષદ ઉપ એટલે નજીક સદ માની બેસવું જેમના નજીક બેસવું આપણા વેદ શાસ્ત્રો ગુરૂમુખી છે.ગુરૂમુખી નાદ વેદ પ્રસાદ અને દાદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી રામકથામાં પરમ સુખ સમાયેલ છે. હું 40 વિદ્યાર્થીઓને ન હતો સાચવી શકતો આજે આ પંડાલ માં હજારો લોકો મૌન થઈ શાંતિ થી કથા શ્રવણ કરે છે.
રામ પ્રતાપ થી રામ પ્રભાવ થી આ કાર્ય થયું છે.પરમ કરુણા જ પરમ નિર્વાણ છે વ્યહવાર સાચવા આ કથામાં આટો મારવાનો નથી આંટો ફેરવવા માટે છે કથાના પંડાલ માં સુધી પહોંચવું જરૂરી નથી ભાગ્યમાં ન હોય તો ક્યાંય ગાંઠે બંધાતુ નથી સાધુ વગર સામૈયા શક્ય નથી એમ સાધુ વગર ખમૈયા શક્ય નથી.બાપુએ જણાવ્યું હતું કે રઘુરામબાપા ના વિચાર થકી આજે વીરપુર નો રોટલો અયોધ્યા ના દ્વાર સુધી પહોંચ્યો છે.કાઠિયાવાડ નો રોટલો જગપ્રખ્યાત થયો જલારામબાપા રોટલા થી પામી ગયા રોટલો જમ્યા વગર ભગવાન ભાગ્યા એથી રઘુરામરામબાપા ના વિચાર બીજ ના લીધે અયોધ્યા રામ મંદિરના દ્વારે આજે પણ થાળ વીરપુર નો જમાડાય છે.