- સંદેશા વ્યવહારની હરણ ફાળ પ્રગતિ સાથે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશનનો ઉપયોગ સમાજ અને અર્થ વ્યવસ્થામાં ઉપયોગ તેમજ વિવિધ સમસ્યાને દૂર કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ છે
- 1969થી ઉજવાતા આ દિવસની વિકાસ યાત્રામાં દોરડા વગરનું વિશ્ર્વ સાથે જોડાણ અને આંગણીના ટેરવે માહીતી ઉપલબ્ધ બની છે.
સમગ્ર વિશ્વમાં 17 મે 1865 ના દિવસે પેરિસમાં પ્રથમ ઇન્ટરનેશનલ ક્ધવેન્શન પર હસ્તાક્ષર કરાયા બાદમાં વિશ્ર્વ દૂર સંચારના ઝડપી પ્રગતિ થવા લાગી, સંદેશા પહોચાડવા પદયાત્રા, ઘોડા, કબુતરોનો ઉપયોગ થતો. બદલાતા યુગે ટપાલ, તાર, જેવી વિવિધ સુવિધા ઉમેરાયને બાદમાં વાયર વાળા ટેલીફોન પણ આવ્યા હતા.
આજે ર1મી સદીમાં ઇન્ફરમેશન ટેકનોલોજીનો વિકાસ ઝડપી બનતા સંદેશા વ્યવહારની આપણે ખુબ જ ઝડપી બની છે. ટેલી કોમ્પયુનિકેશન અને માહીતી સંચારનો અત્યારે વિશ્ર્વને એકબીજા સાથે સેક્ધડે સેક્ધડે જોડીને રાખે છે. 1969થી ઉજવાતા આ દિવસનું મહત્વ નિહાળું છે. કોરોના કાળ દરમ્યાન આજ તકનીકની કારણે માહીતીના આદાન પ્રદાન થી લાખો લોકોના જીવન બચ્યા છે.
આજે ઇન્ટરનેટ, મોબાઇલ, સોસીયલ મીડિયાને કારણે ઘણી સમસ્યાઓ પણ સમાજ ભોગવી રહ્યો છે. સાયબર ક્રાઇમ અને હેકીંગ જેવી ઘણી યાદીના વિશ્ર્વ ભોગવી રહ્યું છે. ત્યારે તેના અંકુશ બાબતે વિવિધ શોધ સંશોધનોને પ્રોત્સાહન આપવાનો પણ આ દિવસ છે.
સંચાર તકનિકોનો ઉપયોગ સમાજ અને અર્થવ્યવસ્થામાં તેમજ ડિજિટલને બ્રિજ બનાવવામાં કેમ ઉપયોગ કરવો તે વિચારવું પડશે. આ અંગેની જાગૃતિ સમાજમાં લાવવાની તાતી જરુરીયાત છે. આજે વિશ્ર્વ દૂરસંચાર દિવસ સાથે વિશ્ર્વ માહીતી સમાજ દિવસ પણ ગણી શકાય છે. ઇન્ટરનેટને માન્યતા પ્રાપ્ત થયા બાદ 2005 થી સંયુકત રાષ્ટ્રે વિશ્ર્વ માહીતી સમાજ દિવસ ઘોષિત કર્યો હતો.
માહીતી સમાજ દિવસ વૃઘ્ધ વ્યકિતઓ માટે તંદુરસ્ત વૃઘ્ધાવસ્થા માટે ડીજીટલ તકનીકો સહેલાયથી ઉપલબ્ધ બને તેવા પ્રયાસો સક્રિય કરવા જરુરી છે. સંદેશા આપલે માં પોસ્ટ અને ટેલીફોન વિભાગે વર્ષોથી લોકોને એકબીજા સાથે જોડી રાખ્યા છે. ટેલીફોન, પેજર બાદ મોબાઇલ આવતા આજે તેમાં ફાઇવ જી યુગ આવી જતા લોકોના આંગળીના ટેરવે વૈશ્ર્વિક માહીતી ઉપલબ્ધ છે. દુનિયાના કોઇપણ છેડે વસતા માનવી સાથે આજે વિડીયો કોલ દ્વારા ફેસફયુ ફેસ લાઇવ વાત કરી શકીએ છીએ.