સંતુષ્ટ થયે ખરાબ સમય શરૂ થાય છે, બેટ્સમેન છો તો ક્યારેય રન બનાવવામાં સંતુષ્ટ ન થાવ
ક્રિકેટના ભગવાન કહેવાતા પૂર્વ ભારતીય ટીમના બેટ્સમેન સચિન તેન્ડુલકરે મંગળવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સલાહ આપીને કહ્યું કે- પોતાના દિલનું સાંભળવું જોઈએ. ભારતીય ટીમ આ સમયે ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે અને પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. જેમાંથી પહેલી ટેસ્ટમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. તેન્ડુલકરની આ સલાહ ગુરુવારે શરુ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા આવી છે.
પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોમાં માત્ર કોહલીનું બેટ ચાલ્યું હતું. કોહલીએ પહેલી ઈનિંગ્સમાં ૧૪૯ અને બીજી ઈનિંગ્સમાં ૫૧ રન બનાવ્યા હતા અને આ પ્રદર્શનના દમ પર આઈસીસી ટેસ્ટ બેટ્સમેનના રેંકિંગમાં પહેલું સ્થાન હાંસલ કરી લીધું છે. તેન્ડુલકરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, હું કહીશ કે તેમણે એ જ કરવું જોઈએ, જે તેઓ કરતા આવ્યા છે. તેઓ શાનદાર કામ કરી રહ્યા છે, માટે તેમણે એ જ રીતે રમવું જોઈએ.
સચિને કહ્યું કે, આસપાસ શું થઈ રહ્યું છે કે આ વિષયમાં વિચારે અને પોતાનું ધ્યાન એ વસ્તુ પર રાખે જે પ્રાપ્ત કરવાનું છે અને પોતાના દિલનો અવાજ સાંભળે. પૂર્વ કેપ્ટને કહ્યું- સાથે ઘણી વાતો કહેવામાં આવે છે, પણ જો તમે જે મેળવવા માગો છો તેને મેળવવા માટે ઝનૂની થઈને પરિણામ તમારા હકમાં કરી શકો છો.
તેન્ડુલકરે એ પણ કહ્યું કે કોહલીએ આરામથી નથી બેસવાનું.
તેન્ડુલકરે આગળ કહ્યું કે- હું મારા અનુભવથી કહું છું કે તમે ગમે તેટલા રન બનાવી લો એ રન પૂરતા નથી હોતા. તમારે વધારે રનોની જરુર હોય છે અને આ જ વિરાટની સાથે છે. ભલે ગમે તેટલા રન બનાવી પણ તે પૂરતા નથી હોતા.
ટેસ્ટમાં સૌથી વધુ રન અને શતક બનાવનારા સચિન તેન્ડુલકરે કહ્યું- જ્યારે તમે સંતુષ્ટ થઈ જાવ છો તો તમારો ખરાબ સમય શરુ થાય છે, માટે તમે બેટ્સમેન છો તો ક્યારેય સંતુષ્ટ ના થશો. બોલર માત્ર ૧૦ વિકેટ લઈ શકે છે, પણ બેટ્સમેને રન બનાવવાના હોય છે માટે સંતુષ્ટ ન થવું જોઈએ. સાથે જ ખુશ રહો.