સંગીતનાં સૂર-રાગનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે

સંગીતના સાતસુરનો સબંધ જન્મથી મૃત્યું સુધી માનવી સાથે જોડાયેલો છે.ઘોડીયા હિંચકતા નાના બાળકને તેની માતાના અવાજથી શાંતિ મળે છે.જુના કે નવા ગીતો-દાંડીયા રાસ  કે મ્યુઝિકલ ઈવેન્ટમાં માણસ ગાવા લાગે હાથ પગ કે આંગણીઓની મદદથી તાલ આપવા માંડે છે.આજ તાકાત છે, સંગીતની !! આજે મ્યુધિક થેરાપી વિશ્ર્વભરમાં પ્રખ્યાત છે.ઘણા ખરા રોગોમાં મ્યુઝિક થેરાપીનો ઉપયોગ તબિબોકરી  રહ્યા છે.સંગીત-વાદ્ય-ગાયન-નૃત્ય કે મનપસંદ મનોરંજન માણો ત્યારે  તમે રીલેકસેશન અનુભવો છો. શાંત ચિત્તે સંભળાતા ગીતો મગજને શાંત રાખે છે.એક ઉર્જાનો સંચાર શરીરમાં ઉત્પન થાય છે.પોઝીટીવ વિચારો આવે છે.

knowledge corner LOGO 2

 

સંગીત દ્વારા ઘણી બધી બિમારીનો ઉપચાર થાય છે.તબિબી વિજ્ઞાન પણ માને છે કે રોજ ૨૦ મીનીટ પોતાની પસંદગીનું સંગીત સાંભળવાથી ઘણા બધારોગોથી માનવી દુર રહી શકે છે.આપણી સંસ્કૃતિમાં રાગ-રાગીલુંનું વિશેષ મહત્વ છે.વ્હેલી સવારે મંંદિરની આરતી કે ઝાલરનું  સંગીત કે પ્રભાતિયા તન-મન-ને આનંદ આપે છે.સાંજે  સંધ્યા ટાળે કે રાત્રીનાં શાંત વાતાવરણમાં સંભળાતું  સંગીત મન પ્રફુલ્લીત કરે છે.આજે પણ રાત્રીના રેડીયો ઉપર જૂના ગીતો સાંભળનારા નો વર્ગ છે.

જેવી રીતે  ગમે તે રોગનો સંબંધ કોઈને કોઈ ગ્રહો સાથે હોય છે તેવીજ રીતે સંગીતના સુર-તાલ-લય-રાગનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે.હવે કોઈને આગ્રહો સંબંધિત બીમારી હોય તો તે આધારીત ગીતો સાંભળે તો તેને અવશ્ય ફાયદો મળે છે.આપણાં શાસ્ત્રીય રોગોમાં ઘણી તાકાત રહેલી છે રાગ આધારીત શ્રેષ્ઠ સુંદર કેટલા બધા ફિલ્મીગીતો છે જે પણ આપણે ગુનગુનાવી એ છીએ.

માથુ દુ:ખવું, અસ્થમા, લોહીને લગતા રોગો, માનસિક રોગો, યાદશકિત-નબળાઈ, એસીડીટી, ઊંઘન આવી,હ્વદય રોગ, જેવી ઘણી બિમારીમાં રાગ આધારીત ગીતો સાંભળવાથી ફાયદો થાય છે. દર્દી ઝડપથી સાથે થાય છે.

અહિં થોડાક ગીતોનાં અંશો વાંચક મિત્રો માટે

*હ્વદય રોગ-રાગ દરબારી- ઓદુનિયાકે રખવાલે-ફિલ્મ-બૈજુબાવરા

*અનિદ્રા-રાગ- ભેરવી-ઝુમતી ચલી હર્વા-ફિલ્મ-સંગીત સમ્રાટ  તપ્નસેન

*એસીડીટી-રાગ-ખમાજ-છુતર મેરે મનકો-ફિલ્મ-દ્વારાના

*નબળાઈ લાગવી-રાગ -શિવરંજની-જાનેકર્હા ગયેવોદીન-ફિલ્મમેરા નામ જોકર

*એનીમીક લોહીની કમી-રાગ પીલું-આજે સોચાતો ર્આંસુભર આપે -ફિલ્મ હસતે જખમ

*માનસિક રોગો-રાગ-બિહાગ મધુવંતી-દિલજો ના કહસકા-ફિલ્મ-ભીગીરાત

*ઉચું-નીચું લોહીનું-રાગ-લલીત માલકૌશ-તું છુપી હે રર્હાં-ફિલ્મ-નવરંગ

*માથાનો દુ:ખાવો-રાગ- ભૈરવી-પૂંછોના કૈસેમેને રેન બિતાઈ ફિલ્મ-મેરી સુરત તેરી આંખે

સંગીતથી જીવન સુરિલા અને સુમધુર બને છે.ઋગવેદ અને સામવેદમાં પણ સંગીત ચિકિત્સાનો ઉલ્લેખ છે. જુદા જુદા રાગ દ્વારા અલગ-અલગ પ્રકારની  બિમારી નિયંંત્રિત કરી શકાય છે. ભારત પાસે રાગ ચિકિત્સા છે, દરેક સંસ્કૃતિમાં મ્યુઝિક થેરાપી છે. ઓમકાર હોય, ગાયત્રી મંત્ર, કે અલ્લાહું  અકબર તેને ગાવાની  જે પધ્ધતિ છે તે એક પ્રકારની સંગીત ચિકિત્સા જ છે.અમદાવાદમાં કેન્સરનાં દર્દીઓને પણ મ્યુઝિક થેરાપી અપાય છે.મોર્ડન મ્યુઝિક થેરાપીની શ‚આત ૧૯૪૦માં બીજા વિશ્ર્વ યુધ્ધ પછી થઈ, દશ વર્ષ બાદ ૧૯૫૦માં અમેરીકામાં નેશનલ એસોસિયન ફોર મ્યુઝિક થેરાપીની સ્થાપના થઈ.

શાસ્ત્રીય સંગીતનો રોગો ઉપર પ્રભાવમાં ચર્મરોગમાં રાગ-મલ્હાર-દેશ-યમન,તી્રવતાવ શરદીમાં રાગ-માલકૌસ, ગભરામણમાં રાગ અહિરભૈરવ, સાંધાના દુ:ખાવામાં રાગ,ભિમપલ્લાસી આધારીત ગીતો સાંભળવાથી દર્દીની ઝડપીથી રીકવરી થાય છે.

સંગીત માનવ જીવન સાથે જોડાયેલું  અભિન્ન અંગ છે.આપણાં જીવન અને સંગીત વચ્ચે ઘણો સમન્વાય જોવા મળી  રહ્યો છે.હ્વદયના ધબકારા કે શ્ર્વાસની લય એક સંગીતમય લય-નિયમિતતા કે આરોહ-અવરોહ છે.એટલેજ સંગીત મની પણ છે, અને દવા પણ !!

દર વર્ષે વિશ્ર્વભરમાં ૨૧મી જુને વિશ્ર્વસંગીત દિવસની ઉજવણી કરાય છે. વિજ્ઞાને પણ  સ્વીકાર્યું છે કે  રોગની સારવારમાં દવાની જેમ સંગીત પણ ભાગ ભજવે છે, અસરકર્તા છે.

અને છેલ્લે તલત મહેમુદ સાહબનું રાત્રે જ સંભળાતું સદાબહાર ગીત…કયારેક સાંભળીને જાત અનુભવ કરજો.

રાતને કયા કયા ખ્વાબ દિખાયે,

રંગભરે સો ઝાલા બિછાયે.

ર્આંખે ખુલી તો સપને તુટે,

રહ ગયે ગમ કે સારે  સાથે…રાતને કયા કયા ખ્વાબ દિખાયે…

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.