અઢી માસ પહેલા પકડાયેલ 144 બોટલ વિદેશી દારૂમાં સંડોવણી ખુલ્યા બાદ ભુર્ગભમાં ઉતરી ગયેલ
વિદેશી દારૂના 26 ગુના, હત્યાનો પ્રયાસ અને મારામારી સહીત ર8 ગુનામાં પકડાઇ ચુકયો છે
અબતક, રાજકોટ
તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે બુટલેગરો બેફામ બન્યા છે બીજીબાજુ પોલીસ તંત્ર પણ સર્તક બની જુના રીઢા બુટલેગરો પર ખાસ વોચ રાખી છે જેમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં અઢી માસથી નાસ્તો ફરતો નામચીન બુટલેગરની પોલીસે દેવપરા મેઇન રોડ પરથી ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગત તાન. 15-6-21 ના યુનિવસિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી રૂ. 37,800 ની કિંમ્તની 144 બોટલ વિદેશી દારૂ અને બે મોટર સાયકલ મળી 1,77,800 ની મુદામાલ ઝડપી લીધો હતો જે ગુનામાં શહેરના નામચીન બુટલેગર હર્ષદ મહાજનની સંડોવાણી ખુલ્લી હતી પરંતુ આરોપી ભુર્ગભમાં ઉતરી ગયો હતો.દરમિયાન ગઇકાલે ક્રાઇમ બ્રાંચને મળેલી ચોકકસ બાતમીના આધારે દેવપરા મેઇન રોડ પર અંકુર સોસાયટી શેરી નં.1 માં રહેતા હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડવીયા (ઉ.વ.46ા ભરે આવ્યો હોવાની માહીતી પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી હર્ષદ મહાજન લીસ્ટેડ બુટલેગર હોવાનું અને અગાઉ રાજકોટના વિદેશી દારૂના ર8 ગુનામાં પકડાઇ ચુકયો હોવાનું અને આઠ વખત પાસા હેઠળ જેલની હવા ખાઇ ચુકયો હોવાનું જણાવ્યું છે.
વિદેશી દારૂનું પગેરુ મેળવવા રીઢા બુટલેગરને આજે રિમાન્ડની માઁગણી સાથ.ે કોર્ટમાં રજુ કરવામાં આવશે આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી પીએસઆઇ પી.બી. જેબલીયા, અંશુમાનભાઇ ગઢવી: વિક્રમ ગમારા, કિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશ મારુ, સુભાષ ઘોઘારી, પ્રતાપસિંહ મોયા, દેવજીભાઇ ધરજીયા અને નીતેશ બારૈયા સહીતના સ્ટાફે કરી હતી.