કુલ ૧૨.૪૯ કરોડ મનરેગા જોબકાર્ડમાથી ૬૩ ટકા વેરીફાઈડ કરાયા
મનરેગામાં બોગસ નામ ઘુસાડી કરોડો ‚પિયાનો ભ્રષ્ટાચાર યો હોવાના આક્ષેપો અનેક વખત યા છે. ત્યારે મોદી સરકારે મનરેગામાં ઘુસાડવામાં આવેલા બોગસ નામ હટાવવાની ઝુંબેશ હા ધરી છે. અને ૮૭ લાખ બોગસ જોબકાર્ડ યોજનામાંી હટાવી લીધા છે. જેનાી સરકારને વર્ષે ‚પિયા હજ્જારો કરોડનો વ્યય અટકશે. કેન્દ્રીય મંત્રી રામક્રિપાલ યાદવે આ મામલે કહ્યું હતું કે, ગ્રામ્ય વિકાસ મંત્રાલયે ૮૭ લાખ બોગસ લાર્ભાીઓને યાદીમાંી હટાવી દીધા છે.
યોગ્ય લાર્ભાથી સુધી મનરેગાનો લાભ પહોંચે છે કે નહીં તે નિશ્ર્ચિત કરવા સરકારે અભિયાન હા ધર્યું છે. આ અભિયાન હેઠળ ડુપ્લીકેટ અવા બોગસ હોય તેવા ૮૭ લાખ જોબકાર્ડ હોવાનું સરકારને ધ્યાન આવ્યું છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મનરેગા એકટ હેઠળ ફાળવવામાં આવેલા ૧૨.૪૯ કરોડ જોબકાર્ડમાંથી ૬૩ ટકાને વેરીફાઈડ સરકારે કર્યા છે. બાકીના કાર્ડ વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ છે. સરકાર આધાર અને બેંક એકાઉન્ટ નંબરના માધ્યમી હાલ મનરેગાના જોબકાર્ડ વેરીફાઈ કરી રહી છે.