દિલ્હી માં તબ્લિકી જમાતના પોગ્રામ માં ગયેલા અને કોરોના ના મામલે ચર્ચા માં આવેલા ભાવનગરના ૧૩ અને બોટાદ ના ૪ માં ઘોઘા ગામ ના ૨ જણા છે અને એક તળાજા સરતાનપર નો છે એક મહુવાનો છે.એટલે કે તળાજા.મહુવા અને ઘોઘા માં પણ તપાસ જરૂરી બનશે.
આ પોગ્રામમાં ગયેલા ૯ વ્યક્તિ ના કોરાના ના કારણે તેલંગાણા માં મોત થયા છે.આ લોકો ભાવનગરના નવાપરા સાંઢીયાવાડ,કાળુભા રોડ,રાનિકા,ભીલવાડા વિગેરે વિસ્તાર ના લોકો છે,પોલીસે તમામ ની નામાવલી મેળવી
ભાવનગર આઇજી અશોક યાદવ અને એસ પી જયપાલસિંહ રાઠોડ તેમજ ડી વાય એસ પી મનીષ ઠાકર ની પરિણામલક્ષી કામગીરી.
ભાવનગર અપડેટ
- ભાવનગરમાં 12 સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો.
- શહેરમાં પોલીસની ટીમનું ફુલ પેટ્રોલિંગ – ડી.આઈ.જી સહિતના અધિકારીઓ પણ જોડાયા.
- બુધવારથી રેશન શોપ પરથી કાર્ડધારકોને મફત અનાજનું વિતરણ – માર્ગદર્શિકા જાહેર કરાઈ.
- મહાનગરપાલિકા પરિવારનો મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.25.25 લાખનો ફાળો.