રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ: આઇપીઓ ૧૪ ગણો છલકાયો: કંપનીના વિકાસ માટે ફંડ વકિર્ંગ કેપિટલ તરીકે વાપરવાની તૈયારી
કેપ્ટન ટેકનોકાસ્ટ લી.ને રોકાણકારો તરફથી બહોળા પ્રતિસાદ મળતા કંપનીનું બીએસઇના એસએમઇ પ્લેટફોર્મ ઉપર લીસ્ટીંગ થયું છે. કેપ્ટન ટેકનોકાસ્ટ લી.નો આઇપીઓ ૧૪ ગણો છલકાયો હતો. કંપનીના વિકાસ માટે ફંડ વર્કિગ કેપિટલ તરીકે વાપરવાની તૈયારી છે. આજરોજ યોજાયેલી લીસ્ટીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે બોમ્બે સ્ટોક એકસચેન્જના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણ તથા બોમ્બે સ્ટોલ એકસચેન્જ એસએમઇ હેડ અજય ઠાકુર હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન ટેકનોકાસ્ટ લી.ના ચેરમેન રમેશ ખીચડીયા, મેનેજીંગ ડીરેકટર અનિલ ભાલુ, ડિરેકટર ગોપાલ ખીચડીયા, ડિરેકટર શૈલેષ ભુત સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.
કેપ્ટન ટેકનોકાસ્ટ લી.નાં ચેરમેન રમેશ ખીચડીયાએ જણાવ્યું હતું કે તા.ર૦ થી લઇને ર૪ સુધી અમારો આઇ.પી.ઓ. ખુલ્લો હતો. લગભગ ૧૪ ગણો આઇ.પી.ઓ. છલકાણો એટલે ઇન્વેસ્ટરો તરફથી અમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અગાઉની બે કંપનીઓને પણ અમે ખુબ જ સારુ રીર્ટન આપ્યું છે જેમાં કેપ્ટન પાઇપ્સ લીમીટેડ તથા કેપ્ટન પોલીપ્લાસ લીમીટેકનો સમાવેશ થાય છે.
આ આઇપીઓનું જે ફંડ આવ્યું છે. તેને અમે કંપનીઓના ગ્રોથ માટે વર્કીગ કેપીટલ તરીકે વાપરવાના છીએ. તાજેતરમાં જ અમે માર્ચ મહિના પહેલા કંપનીની જે ટોટલ પ્રોડકશન ૬૦૦ મેટ્રીન ટન હતી એ અમે વધારીને ૮૦૦ મેટ્રીક ટનની કરીછે.
બોમ્બે સ્ટોક એકસચેન્જમાં મેનેજીંગ ડાયરેકટર તથા સી.ઇ.ઓ. આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે કોટન ટેકનો કાસ્ટ એ સેમી કંપની છે.
ગુજરાતમાંથી લગભગ ૩૦ થી ૪૦ કંપનીઓ અત્યારે બી.એસ.ઇ.ના લીસ્ટમાં આવી ચૂકી છે. ઓઇ ઇન્ડીયામાંથી પણ ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેપ્ટન ટ્રકનો કાસ્ટને કારણે આગળ જતા ગુજરાતની ઘણી બધી કંપનીઓ પ્રોત્સાહિત થઇ બી.એસ.ઇ.માં આવશે.
માર્કેટની પરિસ્થિતિ અંગે વધુ માહીતી આપતા તેમણે જણાવ્યું હતું કે પાછલા વર્ષોથી અંદર મોદી સરકાર વિશે ઘણી બધી શંકા કુશંકાઓ હતી. તેમજ નોટબંધી અને જીએસટીની અસર કેવી હશે તેની પણ જાણ નહોતી ત્યારે હવે જીએસટી પણ સારી રીતે અમલી થયું છે. તેમજ
નોટબંધીની પણ ખાસ કોઇ ખરાબ અસર જોવા મળી નથી. આ કારણે વિશ્ર્વમાં ભારત માટે એક વધારે સાનુકુળ પરિસ્થિતિ ઉભી થઇ છે અને ભારતની સરકાર અત્યારે મુશ્કેલમાં મુશ્કેલ પ્રશ્ર્નોના એક પછી એક ઉકેલ લાવી રહી છે એના કારણે મોટાભાગના વિદેશી નિવેશકો અને દેશના નિવેશકોને પણ એક સારી આશા બંધાઇ છે કે હવે આગલા ૧૫-૨૦ વર્ષની અંદર ભારત ઉત્તરોતર પ્રગતિ કરી ૧૦ ટકા જઇ શકવાની શકયતા છે.એના કારણે ભારતમાં ઘણો સારો નિવેશ થવાની શકયતાઓ ખુબ જ વધી છે.