• બે મહિનામાં દરખાસ્ત મંજુર થઇ જવાની પ્રબળ શક્યતા: ગૃહ વિભાગ માર્ગદર્શિકા કરશે જાહેર

હવે ગિફ્ટ સીટી બાદ સુરતના ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીરસવા તખ્ત તૈયાર કરી લેવામાં આવ્યો છે. આખા વિશ્વમાં હીરા ઉદ્યોગને નવી ઓળખ આપનાર ગુજરાતમાં હવે ક્યાંક હીરા ઉદ્યોગને ઝાંખપ લાગી હોય તેમ હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં સપડાયાના અહેવાલ છે. બીજી બાજુ ડાયમંડ બુર્સને બુસ્ટર ડોઝ આપવા માટે બુર્સમાં દારૂ પીરસવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક તબક્કે ચિત્ર ઉપસી રહ્યું છે.

સુરત ડાયમંડ બુર્સને વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાની ભારતની મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને દારૂબંદીવાળા રાજ્યમાં હવે બીજા સ્થળે દારૂ પીરસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પછી રાજ્ય સરકારનો ડ્રીમ (ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટીમાં બિઝનેસ આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાનાં ભાગ રૂપે પ્રતિબંધિત કાયદાઓને હળવો કરવા નિર્ણય લેવામાં આવ્યો હોય તેવા અહેવાલ મળ્યા છે.

એકવાર દરખાસ્ત મંજૂર થઈ જાય પછી ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણને નિયંત્રિત કરતી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોએ ઉમેર્યું છે કે, જો બધું આયોજન પ્રમાણે થાય છે, તો બે મહિનામાં જાહેરાત થઈ શકે છે.

ડાયમંડ બુર્સમાં 4,500 જેટલી ઓફિસો છે. બુર્સ 2,000 એકરમાં ફેલાયેલ ડ્રીમ સિટીનો એક ભાગ છે જેનો હેતુ હીરાના વેપાર અને સંબંધિત વેપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં આ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ તે હજુ પણ અપેક્ષિત હતું તે રીતે શરૂ થયું નથી.

બુર્સના પદાધિકારીઓએ રાજ્ય સરકારને પ્રતિબંધ હળવા કરવાના સંભવિત ફાયદાઓ વિશે જાણ કરી હતી. અહીં વ્યાપારને આકર્ષવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે. ડ્રીમ સિટીમાં પ્રતિબંધ હળવો કરવાથી આંતરરાષ્ટ્રીય બિઝનેસનું વાતાવરણ ઊભું થશે, તેવું હીરાના વેપારીઓનું માનવું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.