• ક્રાઇમ બ્રાન્ચનો સપાટો
  • દારૂના જથ્થો, ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ. 82.85 લાખનો મુદ્દામાલ કબ્જે : ચાલકની ધરપકડ

સૌરાષ્ટ્રમાં શરાબની રેલમછેલ કરવાના મલિન ઈરાદાને ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવી દીધો છે. દારૂનો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહેલા ટેન્કરને હીરાસર એરપોર્ટ નજીકથી ઝડપી વિદેશી દારૂની 10,560 બોટલ કબ્જે કરી ટ્રક ડ્રાયવરની ધરપકડ કરવામાં આવી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ. 52.80 લાખની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ અને ટ્રક સહીત કુલ રૂ. 82.85લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં એસીપી બી બી બસીયા અને પીઆઈ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીએસઆઈ એ એન પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, કે રાજસ્થાનથી એક ટેન્કર દારૂનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ આવી રહ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હીરાસર એરપોર્ટ નજીક રામદેવ હોટેલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળું ટેન્કર જેના નંબર યુપી-17-એટી-2999 ધ્યાને અટકાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.

વેલ્ડિંગથી પેક કરી દેવાયેલા ટેન્કરને ગેસ કટરથી ખોલી અંદર તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂની બોટલની ગણતરી કરતા ટેન્કરમાંથી રૂ. 52.80 લાખની કિંમતનો કુલ 10,560 બોટલો મળી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો, ટેન્કર, મોબાઈલ ફોન સહિતનો કુલ રૂ. 82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કરચાલક મહેન્દ્રકુમાર મનસુખરામ સારંગ(જાટ) ઉ.વ.23 રહે. બાડમેર, રાજસ્થાનવાળાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

દારૂનો જથ્થો કોણે મંગાવ્યો? ક્યાં પહોંચાડવાનો હતો?

દારૂની 10,560 બોટલ રાજસ્થાનથી મોકલવામાં આવી હતી પણ અહીં આ જથ્થો ક્યાં પહોંચડાવાનો છે તે અંગે ટેન્કર ચાલકને કોઈ માહિતી નહિ હોવાનું ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. એક મોબાઈલ નંબર પરથી સતત લોકેશન આપવામાં આવી રહ્યા હતા. ત્યારે દારૂનો આટલો મોટો કોણે મંગાવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો? સહીતની દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

રાજસ્થાનથી દારૂનો જથ્થો મોકલનાર શખ્સની મોબાઈલ નંબરના આધારે ઓળખ કરવા તજવીજ

દારૂનો આટલો મોટો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો. જે અંગે ડ્રાયવરની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા તેણે એવી કબૂલાત આપી હતી કે, દારૂનો જથ્થો લોડ કર્યા બાદ એક મોબાઈલ નંબર પરથી સતત દોરી સંચાર કરવામાં આવી રહ્યો છે. આ મોબાઈલ નંબરનો ધારક સતત સૂચનાઓ આપી રહ્યો હતો. જેથી આ શખ્સે જ દારૂનો જથ્થો મોકલ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવતા મોબાઈલ નંબર પરથી દારૂનો જથ્થો મોકલનાર બુટલેગરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

  • બોલબાલા માર્ગ પર  ફોર્ચ્યુનર કારમાંથી રૂ.1.86 લાખનો શરાબ પકડાયો
  • વાવડી ગામનો શખ્સ દારૂની ડિલીવરી કરે તે પૂર્વે ભકિતનગર પોલીસની ઝપટે ચડયો: રૂ.11.91 લાખનો મુદામાલ કબ્જગે

શહેરના 80 ફૂટ રોડ નજીક બોલબાલા માર્ગ પર આવેલ રાધે ચોક પાસે લકઝરીયસ કારમાંથી રૂ. 1.86 લાખની કિમતનો  462 બોટલ વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ કરી વાહન અને દારૂ મળી રૂ. 11.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના વાવડી ગામે મટુકી રેસ્ટોરન્ટ પાસે વ્રજ એપાર્ટમેન્ટ એ વીંગમાં રહેતો રાજ વલ્લભભાઈ સાકળીયા નામનો શખ્સ જી.જે.3 એચ.એ  8562 નંબરની ફોરચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરીને ડિલીવરી કરવા નિકળ્યો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજાને મળેલી બાતમીનાં આધારે પીઆઈ મયુરધ્વજસિંંહ સરવૈયા અને પીએસઆઈ એમ.એન. વસાવા સહિતના સ્ટાફે બોલબાલા માર્ગ પર રાધે ચોક પાસે વોંચ ગોઠવી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ. 1.86 લાખની કિંમતનો   432 બોટલ દારૂ સાથે રાજ સાંકળીયાની ધરપકડ  કરી રૂ.11.91 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.